ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Indo-Nepal border: દિલ્હી સુધી વગર વિઝાએ પહોંચી ગયો ચીનનો નાગરિક

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાંથી એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેમાં લખીમપુર ખીરી પાસે આવેલી નેપાલ બોર્ડર પાસેથી એસએસબીએ ચીનના એક નાગરિકની ધરપકડ કરી છે. જે વગર વિઝાએ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્ય સુધી પહોંચી ગયો હતો. એસએસબીએ આ યુવાનની ધરપકડ કરીને એટીએસને સોંપી દીધો છે.

Indo-Nepal border: દિલ્હી સુધી વગર વિઝાએ પહોંચી ગયો ચીનનો નાગરિક
Indo-Nepal border: દિલ્હી સુધી વગર વિઝાએ પહોંચી ગયો ચીનનો નાગરિક

By

Published : Feb 19, 2023, 2:45 PM IST

લખીમપુર ખીરીઃ ચીનનો એક નાગરિક વગર વિઝાએ ભારત સુધી પહોંચી જતા ફરી એકવખત સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એસએસબીએ નેપાલ બોર્ડર પાસેથી ચીનના એક નાગરીકની ધરપકડ કરીને એટીએસને સોંપણી કરી દીધી છે. આ યુવાન નેપાળના રસ્તેથી ભારતમાં આવ્યો હતો. જોકે, એમની પાસેથી કોઈ પ્રકારના વિઝા ડૉક્યુમેન્ટ મળ્યા નથી. ચીનના નાગરિકની જાણ સુરક્ષા એજન્સીઓને એ સમય થઈ જ્યારે ઈન્ડો નેપાળ બોર્ડરના ગૌરીફંટા બોર્ડર પાસે આ યુવાન મળી આવ્યો. શુક્રવારે બોર્ડર પર ચેકપોસ્ટ પર એસએસબીની ટીમે જોયું ત્યારે આ યુવાન બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો:Maharashtra politics: સંજય રાઉતનો મોટો આરોપ, શિવસેનાના નામ માટે 2000 કરોડની ડીલ કરાઈ

કોણ છે આ યુવાનઃ ચીનના આ યુવાનની પૂછપરછ કરવામાં આવી એ સમયે તેમણે પોતાનું નામ વાંગ ગૌજુન કહ્યું હતું. જે ચીનના ડાડ પ્રાંતનો રહેવાસી છે. આ દરમિયાન અધિકારીઓેએ એમની પાસેથી વિઝા અને પાસપોર્ટ માગ્યા હતા. પણ યુવાન પાસે ન તો પાસપોર્ટ હતો કે, ન તો વિઝા હતા. ચોંકાવનારી વાત એ છે કે, ચીનના નાગરિક પાસેથી નેપાળના વિઝા મળી આવ્યા છે. ઈન્ડો નેપાળ બોર્ડર પર રહેલી જાસુસી એજન્સીઓ પણ ચીનના નાગરિકની પૂછપરછ કરી રહી છે. આ અંગે એક રીપોર્ટ પણ બનાવી રહી છે. ચીનના આ નાગરિકે પોલીસ સાથેની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે દિલ્હીથી પરત આવી રહ્યો હતો.

આ પણ વાંચો:Delhi News: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ધુમ્મસના લીધે 35 વાહનો અથડાયા

નેપાળ જવાનો રસ્તોઃ દિલ્હીથી નેપાળના રસ્તે થઈને આગળ જવા માગતો હતો. તારીખ 12 ફેબ્રુઆરીના રોજ તે ભારતમાં આવ્યો હતો. હવે એજન્સીઓ એ અંગે તપાસ કરી રહી છે કે, આ નાગરિક દિલ્હી સુધી વગર વિઝાએ પહોંચ્યો કેવી રીતે. તે ભારતની બોર્ડરમાંથી દિલ્હી સુધી કેવી રીતે આવ્યો. ચીનના આ નાગરિકને શંકાસ્પદ માનીને એજન્સીઓ તથા સુરક્ષા ટુકડીઓ તપાસ કરી રહી છે. હવે ટુકડી એ તપાસ કરી રહી છે કે, તે દિલ્હીમાં ક્યાં રોકાયો હતો અને કોના સંપર્કમાં આવ્યો હતો. પોલીસે પણ આ નાગરિક પકડાયો એની જાણ ગૃહમંત્રાલયથી લઈને એટીએસ સુધીની એજન્સીને કરી દીધી છે. ચીનને અને નેપાળના લોકોના ચહેરા એક સમાન લાગવાને કારણે ચીનના યુવાનો આનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ યુવાન પર નેપાળના રસ્તે આગળ વધવા માગતો હતો.

ABOUT THE AUTHOR

...view details