ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Desperately Seeking Shah Rukh : લેખિકાને મળી કિંગ ખાને મહિલાઓ અંગે લખી નોંધ, જાણીને થઈ જશે ગર્વ - ડેસ્પરેટલી સીકિંગ શાહરૂખ પુસ્તક

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 'ડેસ્પરેટલી સીકિંગ શાહરૂખ' (Desperately Seeking Shah Rukh) પુસ્તકની લેખિકા શ્રીના ભટ્ટાચાર્યને મળ્યા હતા. મીટિંગ દરમિયાન શાહરૂખે લેખિકા અને મહિલાઓ માટે એક સુંદર નોંધ પણ લખી છે. આ નોંધ લેખકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

Desperately Seeking Shah Rukh : લેખિકાને મળી 'કિંગ ખાને મહિલાઓ અંગે લખી નોંધ, જાણીને થઈ જશે ગર્વ
Desperately Seeking Shah Rukh : લેખિકાને મળી 'કિંગ ખાને મહિલાઓ અંગે લખી નોંધ, જાણીને થઈ જશે ગર્વ

By

Published : Apr 26, 2022, 7:56 PM IST

હૈદરાબાદઃ દાયકાઓથી બોલિવૂડ પર રાજ કરી રહેલા 'બાદશાહ' શાહરૂખ ખાન 'ડેસ્પરેટલી સીકિંગ શાહરૂખ' (Desperately Seeking Shah Rukh) પુસ્તકની લેખિકા શ્રીના ભટ્ટાચાર્યને મળ્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લેખિકા શ્રીના ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, તે SRKને તેના બાંદ્રા સ્થિત નિવાસ 'મન્નત' પર મળી હતી.

લેખિકા શ્રીના ભટ્ટાચાર્યે શાહરૂખ ખાન સાથે મુલાકાત કારી : લેખિકા શ્રીના ભટ્ટાચાર્યે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ખાન સાથેની મુલાકાતની જાણકારી આપી હતી. લેખિકાએ કહ્યું કે, હું મારા હીરો સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળી અને તેને મારું પુસ્તક 'ડેસ્પરેટલી સીકિંગ શાહરૂખ' ભેટમાં આપ્યું હતું. ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, રવિવારે તેણે 'મન્નત'માં ખાન સાથે એક કલાક વિતાવ્યો હતો.

આ પણ વાંચો:શાહરુખ ખાનના બંગલા 'મન્નત'ની નવી નેમપ્લેટ, કિંમત જાણીને તમને લાગશે આંચકો

લેખિકા શ્રીના ભટ્ટાચાર્યે પોસ્ટમાં શું લખ્યું :શ્રીના ભટ્ટાચાર્યે પોસ્ટમાં લખ્યું કે, 'જે લોકો કહે છે કે તમારે તમારા હીરોને ક્યારેય મળવું જોઈએ નહીં, તેઓ ચોક્કસ શાહરૂખ ખાનને ક્યારેય મળ્યા ન હશે. ગઈકાલે રાત્રે મન્નતમાં એક કલાક તેની સાથે રહ્યા પછી, હું એટલું જ કહી શકું છું કે તે મહાન છે. આ સાથે તેણે પોસ્ટમાં લખ્યું - પૂજા દદલાનીનો લાખ લાખ આભાર, જેમના વિના આ શક્ય ન હોત.

નોટમાં શાહરૂખે લેખકનો આભાર કર્યો વ્યક્ત :લેખકે #FinallyFoundShahrukh હેશટેગ મૂકીને લખ્યું કે, અમે મીટિંગની તસવીરો લીધી છે, પરંતુ પુસ્તકની એક વર્ષગાંઠ પર તે ચિત્રો પોસ્ટ કરશે. જો કે તેણે ખાને લખેલી નોટની તસવીરો પણ શેર કરી છે. નોટમાં શાહરૂખે લેખકનો આભાર વ્યક્ત કર્યો છે. ભટ્ટાચાર્ય દ્વારા શેર કરવામાં આવેલી નોટમાં SRK લખે છે, "મારો પ્રેમ અને તમામ અદ્ભુત મહિલાઓનો આભાર કે જેઓ મને ખૂબ પ્રેમ કરે છે. તમે અને તમારો વર્ગ સત્તામાં રહે.

આ પણ વાંચો:આરંભથી અંત સુધી 'બડે મિયાં-છોટે મિયાં' પાછળ ખર્ચાઈ રહ્યા છે અઢળક નાણાં

હિન્દી ફિલ્મોના બાદશાહ શાહરૂખ ખાન : હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત 'ડેસ્પરેટલી સીકિંગ' શાહરૂખનું પુસ્તક 'ઇન્ડિયાઝ લોન્લી યંગ' વુમન એન્ડ ધ સર્ચ ફોર ઈન્ટીમેસી એન્ડ ઈન્ડિપેન્ડન્સ' ગયા વર્ષે માર્કેટમાં આવ્યું હતું અને તેની ખૂબ પ્રશંસા થઈ હતી. પબ્લિશિંગ હાઉસ અનુસાર 'ડેસ્પરેટલી સીકિંગ શાહરૂખ' મહિલાઓના જૂથની નોકરીઓ, ઇચ્છાઓ, પ્રાર્થના, પ્રેમ સંબંધો અને સ્પર્ધાનો નકશો બનાવે છે. જે સંગઠિત, મુક્ત અને આનંદમાં રહે છે. હિન્દી ફિલ્મોના બાદશાહ શાહરૂખ ખાનને મળવાથી તે રાહત અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details