ન્યૂઝ ડેસ્ક: પાકિસ્તાને બુધવારના રોજ જણાવ્યું કે, તેમણે એક ભારતીય એરલાઈનને કાશ્મીરથી યુનાઈટેડ આરબ એમિરાટ્સ (UAE) માટેની ફ્લાઈટ્સના પરિચાલન માટે પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી નથી.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા આસીમ ઈફ્તિખાર અહમદે ગત બુધવારે કાર્યાલયના સાપ્તાહિક બ્રીફિંગમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી.
ભારતીય અધિકારીઓ પ્રમાણે, પાકિસ્તાને મંગળવારના રોજ ગો-ફર્સ્ટ એરલાઈનની શ્રીનગર-શારજાહ ફ્લાઈટ ને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી આપી ન હતી. જેના કારણે તેમને લાંબા હવાઈમાર્ગનો વિકલ્પ પસંદ કરવો પડ્યો હતો. આ ફ્લાઈટ ત્યારબાદ ગુજરાત થઈને UAE પહોંચી હતી.