ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Indian fishermen arrested: શ્રીલંકન નેવીએ 12 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ

શ્રીલંકન નેવીએ તમિલનાડુમાંથી 12 માછીમારોની ધરપકડ (Indian fishermen arrested) કરી છે, આ માછીમારો તેમની જળસીમામાં માછીમારી કરતા હતા. રામનાથપુરમના સાંસદ કે.નવસ કાની (Ramanathapuram MP K. Nawas Kani) એ આ મુદ્દો વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો છે.

Indian fishermen arrested: શ્રીલંકન નેવીએ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી
Indian fishermen arrested: શ્રીલંકન નેવીએ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી

By

Published : Apr 3, 2022, 6:30 PM IST

રામેશ્વરમ (તમિલનાડુ):શ્રીલંકાના નૌકાદળે તમિલનાડુના 12 માછીમારોની (Indian fishermen arrested) આંતરરાષ્ટ્રીય જળસીમા પરથી અપહરણ (Sri Lankan Navy arrest Indian fishermen ) અપહરણ કરવામાં આવ્યું છે. મત્સ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે અહીં જણાવ્યું હતું કે, એક બોટ પણ જપ્ત કરવામાં આવી છે. શનિવારે માછીમારો કાચાથીવુ નજીક માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકાની નૌકાદળે તેમને પકડી લીધા હતા.

આ પણ વાંચો:આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ, જૂઓ વીડિયો...

ભારતીય માછીમારોની ધરપકડ:રામનાથપુરમના સાંસદ કે. નવસ કાની (Ramanathapuram MP K. Nawas Kani) એ આ મામલો વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો છે. 29 માર્ચ પછી આ ત્રીજી ઘટના છે, જ્યારે શ્રીલંકન નેવીએ દરિયાઈ સીમાના કથિત ઉલ્લંઘન બદલ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. મંગળવાર અને ગુરુવારે કુલ સાત માછીમારો ઝડપાયા હતા. માછીમારોની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો:IPL 2022: ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રને હરાવ્યું

માછીમારોના સંગઠનોનો આરોપ: અગાઉ, શ્રીલંકાની નૌકાદળે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL)ના કથિત ઉલ્લંઘન બદલ કાચાથીવુ નજીક ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. તમિલનાડુમાં માછીમારોના સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, શ્રીલંકાના નૌકાદળે માછીમારો દ્વારા ઉપયોગમાં લેવાતી મિકેનાઇઝ્ડ બોટ પણ જપ્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details