ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Cross Border Love Story: શ્રીલંકાની યુવતીએ ચિત્તૂરના છોકરા સાથે લગ્ન કર્યા, ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી

આંધ્રપ્રદેશમાં સીમા હૈદર અને અંજુ જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શ્રીલંકામાં રહેતી વિગ્નેશ્વરી નામની મહિલાએ ભારત આવીને ચિત્તૂરના એક છોકરા સાથે લગ્ન કર્યા હોવાની વિગતો મળી રહી છે. વિઘ્નેશ્વરી ટુરિસ્ટ વિઝા પર ભારત આવી છે, તેના વિઝાની મુદત તારીખ 6 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે. તેને નોટિસ પાઠવવામાં આવી છે.

શ્રીલંકાની યુવતીએ ચિત્તૂરના છોકરા સાથે લગ્ન કર્યા, ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી
શ્રીલંકાની યુવતીએ ચિત્તૂરના છોકરા સાથે લગ્ન કર્યા, ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી

By

Published : Jul 29, 2023, 10:44 AM IST

ચિત્તૂરઃ આજ કાલ ભારતમાં સાત સમંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ આ ગીતની કડીઓ સાચી પડી રહી છે. સીમાં હૈદર ભારત આવી તો ભારતની અંજુ પાકિસ્તાન ગઈ. ફિલ્મો અને ગીતના શોખ વધ્યા તેમ સાચી લાઈફમાં પણ એવા જ કિસ્સાઓ હવે સામાન્ય બની રહ્યા છે. સીમા હૈદર અને અંજુના પ્રેમની કહાની જાણીતી છે. બંનેએ પોતાના પ્રેમ માટે દરિયો પાર કર્યો હતો. આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્રીલંકાની એક મહિલાએ વેંકટગિરિકોટા મંડલના એક ગામમાં રહેતા છોકરા સાથે લગ્ન કર્યા છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

મામલાની તપાસ:વાસ્તવમાં, પાકિસ્તાનના કરાચીમાં રહેતી સીમા ગુલામ હૈદર તારીખ 13 મેના રોજ તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી. યુપીના ગ્રેટર નોઈડામાં તેના પ્રેમી સચિન મીના પાસે આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીઓ ભારતમાં જાસૂસીની શંકાના આધારે આ મામલાની તપાસ કરી રહી છે. સીમા હૈદર બાદ રાજસ્થાનની અંજુનો મામલો આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભીવાડીની અંજુએ પાકિસ્તાન જઈને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે.

વિઘ્નેશ્વરીને નોટિસઃ અહેવાલ છે કે જિલ્લાના એસપીએ ત્રણ દિવસ પહેલા વિઘ્નેશ્વરીને ચિત્તૂર બોલાવી હતી. વિગ્નેશ્વરી ટુરિસ્ટ વિઝા પર ભારત આવી છે, તેથી નોટિસ જારી કરવામાં આવી છે. તેમના વિઝાની મુદત 6 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે. તેણે શ્રીલંકા પરત ફરવું પડશે.મળતી માહિતી મુજબ શ્રીલંકન મહિલા વિઘ્નેશ્વરી અને ચિત્તૂર જિલ્લાના લક્ષ્મણની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી.હાલ એક માહિતી અનુસાર તેઓ એકબીજાને સાત વર્ષથી ઓળખે છે. વિઘ્નેશ્વરીએ ભારતમાં રહેતા તેના પ્રેમીને મળવાનું મન બનાવ્યું અને આ મહિનાની 8મીએ ટૂરિસ્ટ વિઝા સાથે ચેન્નાઈ પહોંચી. લક્ષ્મણ ત્યાં પહોંચ્યા અને વિઘ્નેશ્વરીને પોતાના ઘરે લઈ આવ્યા. લક્ષ્મણના પરિવારના સભ્યોની સંમતિથી, તેઓએ 20 જુલાઈએ વી.કોટાના સાંઈ બાબા મંદિરમાં લગ્ન કર્યા. ત્યારથી વિઘ્નેશ્વરી તે પરિવારની સભ્ય બની ગઈ.

  1. Seema Sachin Love Story: નોઈડામાં સીમા હૈદર અને સચિન નજરકેદ, પોલીસની પરવાનગી વિના કોઈ મળી શકે નહીં
  2. Rajasthan News: પ્રેમી માટે પાકિસ્તાનની સીમા હૈદર ગ્રેટર નોઈડા, તો રાજસ્થાનની અંજુ પાકિસ્તાન પહોંચી

ABOUT THE AUTHOR

...view details