કોલંબો:શ્રીલંકામાં સોમવારે સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં (economic crisis in Sri lanka) રાજપક્ષે ભાઈઓના શાસક પક્ષના એક સાંસદ અને અન્ય બેના મોત થયા (Sri Lanka burns as protests intensify) હતા. શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) સાંસદ અમરકીર્થી અતુકોરાલા (57) પોલોન્નારુઆ જિલ્લાના પશ્ચિમી શહેર નિત્તમ્બુઆમાં સરકાર વિરોધી જૂથ દ્વારા ઘેરાયેલા હતા, પોલીસે જણાવ્યું હતું.
સાંસદે આત્મહત્યા કરી: લોકોનો દાવો છે કે, સાંસદને તેમની કારમાંથી કાઢી મૂકવામાં (Mahinda Rajapaksa resigns as PM ) આવ્યા હતા અને જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને કારમાંથી બહાર કાઢ્યા ત્યારે તેઓ ભાગીને એક બિલ્ડિંગમાં આશરો લીધો હતો. લોકોનું કહેવું છે કે, સાંસદે પોતે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ઇમારત હજારો લોકોથી ઘેરાયેલી હતી અને બાદમાં સાંસદ અને તેમના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ પણ વાંચો:
સ્થિતિ નિયંત્રણની બહાર:ન્યૂઝ ફર્સ્ટ વેબસાઈટના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં અન્ય 27 વર્ષીય યુવકનું પણ મોત થયું હતું. દરમિયાન, કોલંબોમાં ગોટાગોમા અને માનાગોગામા વિરોધ સ્થળો પર હિંસક હુમલા બાદ શ્રીલંકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણની બહાર ગઈ છે. SLPP પાર્ટીના નેતાઓની માલિકીની મિલકતો પર હુમલા થઈ રહ્યા છે.
બારમાં આગ:ગુસ્સે ભરાયેલા ટોળાએ કુરુનેગાલા અને કોલંબોમાં પૂર્વપ્રધાન જોન્સન ફર્નાન્ડોની ઓફિસ પર હુમલો કર્યો છે. તેના બારમાં આગ લગાડવાના પણ સમાચાર છે. પૂર્વપ્રધાન નીમલ લાંજાના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે મેયર સમન લાલ ફર્નાન્ડોના નિવાસસ્થાને આગ લગાવવામાં આવી છે. કોલંબોમાં સત્તાધારી પક્ષના મજૂર નેતા મહિન્દા કહંદગામેના નિવાસસ્થાન પર પણ હુમલો થયો છે.