કોલંબોઃ વિદેશી દેવામાં ડૂબેલા શ્રીલંકામાંમોંઘવારી(Inflation in Sri Lanka) આસમાને પહોંચી રહી છે. હાલત એ છે કે, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાને કારણે ખાદ્યપદાર્થો ઉપરાંત અન્ય વસ્તુઓ પણ મોંઘી (Rising food prices in Sri Lanka) થઈ ગઈ છે.
દેશનું વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ જશે
શ્રીલંકાના વિપક્ષી સાંસદ અને અર્થશાસ્ત્રી હર્ષા ડિ સિલ્વા જણાવ્યું હતું કે, જો મોંઘવારી નીચે નહીં આવે તો દેશનું વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ જશે અને વધતા દેવાને કારણે શ્રીલંકા સંપૂર્ણપણે નાદાર થઈ જશે.
બ્રેડ અને દૂધ માટે લાંબી લાઇનો
બ્રેડ અને દૂધ માટે લાંબી લાઇનો લાગે છે. ઓછી આયાતને કારણે લોકોને દૂધનો પાવડર પણ મળતો નથી. એક કિલો મરચાની કિંમત 700 રૂપિયા થઈ ગઈ છે જ્યારે બટાટા 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. કઠોળ રૂ.320, ગાજર રૂ.200, કાચા કેળા રૂ.120 ભિંડા રૂ.200 અને ટામેટા રૂ.200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે
સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ પર લોકોને સામાન પહોંચાડે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આર્થિક ઈમરજન્સી લાદી હતી અને સેનાને જવાબદારી સોંપી હતી કે તે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ પર લોકોને સામાન પહોંચાડે.
BBCના અહેવાલ મુજબ
BBCના અહેવાલ મુજબ નેશનલ બેંક ઓફ શ્રીલંકા (National Bank of Sri Lanka) એટલે કે 'સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા'એ (Central Bank of Sri Lanka) જાન્યુઆરીમાં એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ગયા વર્ષના ડિસેમ્બરથી મોંઘવારી દરમાં 12.1 ટકાનો વધારો થયો છે. જ્યારે નવેમ્બર મહિનામાં આ દર 9.5 ટકા હતો.
શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં એક મહિનામાં 15 ટકાનો વધારો
શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં એક મહિનામાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એલપીજીના છૂટક ભાવમાં લગભગ 90 ટકાનો ઉછાળો આવ્યો હતો. 12.5 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1,400 રૂપિયાથી વધારીને 2,657 રૂપિયા કરવામાં આવી હતી.