શ્રીગંગાનગર:રાજસ્થાનમાં આ મહિને ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે અંતર્ગત સોમવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી ઘણા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, પરંતુ રાજસ્થાનની શ્રીકરણપુર વિધાનસભા બેઠક પર એક ઉમેદવાર છે, જે 32 વખત ચૂંટણી લડી ચૂક્યો છે અને હવે ફરી એકવાર મેદાનમાં છે. આ ઉમેદવારનું નામ છે તિતર સિંહ.
Rajasthan Election 2023 : એક, બે વખત નહીં, 32 વખત ચૂંટણી લડી ચુક્યાં છે તીતર સિંહ, 33મી વખત પણ તૈયારી - રાજસ્થાન વિધાનસભા ચૂંટણી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી નોંઘાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. શ્રીગંગાનગરના શ્રીકરણપુર વિધાનસભાથી તીતર સિંહે ઉમેદવારી નોંધાવી છે. તીતર સિંહ 32 ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ સતત હાર છતાં તેઓ આ વખતે 33મી વખત ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. વાંચો સમગ્ર મામલો...
Published : Nov 7, 2023, 10:52 AM IST
મનરેગામાં મજૂરી કામ કરે છે તીતર સિંહ: વ્યવસાયે મનરેગામાં મજૂરીનું કામ કરનારા તીતર સિંહ દરેક ચૂંટણીમાં ભાગ લે છે. તીતર સિંહની ઉંમર 78 વર્ષ છે અને અત્યાર સુધીમાં તેઓ 10 વિધાનસભા ચૂંટણી અને 10 લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ 4 વખત સરપંચ અને 4 વખત વોર્ડ પંચ માટે પણ ચૂંટણી લડી ચુક્યાં છે. તીતર સિંહ આ ચૂંટણી એવા માટે જીતવા માંગે છે જેથી તેઓ ગરીબોનો અવાજ ઉઠાવી શકે. તીતર સિંહનું કહેવું છે કે ગરીબ લોકોને જમીન ફાળવવામાં આવી નથી, કે તેમની પાસે પાકા ઘર નથી. આવીસ્થિતિમાં તેઓ ઈચ્છે છે કે ગરીબોને તેમનો અધિકાર મળે. તીતરસિંહ કહે છે કે, ચૂંટણી સમયે દરેક પક્ષના નેતાઓ આવે છે અને વચનો આપીને જતા રહે છે, પરંતુ ગરીબોને તેમનો હક્ક મળતો નથી.
પરિવારનો ટેકોઃ તીતર સિંહનું કહેવું છે કે, તેમનો પરિવાર તેમને સંપૂર્ણ ટેકો આપે છે. લોકો ચૂંટણીમાં મદદ કરે છે અને તેઓ ચૂંટણીમાં વધુ ખર્ચ કરતા નથી. ઉમેદવારી નોંઘણી સમયે તેમનો પરિવાર તેમની સાથે હતો. તીતર સિંહે કહ્યું કે, તેઓ હાર નહીં સ્વીકારશે, અને એક ના એક દિવસ તેઓ ચોક્કસપણે જીતશે અને તેઓ ગરીબોના અધિકાર માટે કામ કરશે.