સહારનપુરઃજિલ્લાના ડૉ. ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં કબડ્ડી ખેલાડીઓને શૌચાલયમાં ખવડાવવાના મામલામાં સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં જિલ્લાના રમત ગમત અધિકારીને સસ્પેન્ડ (sports officer suspended in saharanpur) કરવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે આ માહિતી આપી છે.
કબડ્ડી ખેલાડીઓને ટોયલેટમાં જમાડવું સ્પોર્ટ્સ ઓફિસરને ભારી પડ્યું - kabaddi players toilet video viral
એક કબડ્ડી સ્પર્ધા દરમિયાન ખેલાડીઓને ટોયલેટમાં ખોરાક ખવડાવવામાં આવ્યો હતો. તેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. (sports officer suspended in saharanpur) જણાવી દઈએ કે, જિલ્લાના ડો.ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં કબડ્ડી ખેલાડીઓને ટોયલેટમાં ખવડાવવાનો મામલો (up kabaddi players feeding in toilet) સામે આવ્યો છે.
વીડિયો વાયરલ :નોંધનીય છે કે, એક કબડ્ડી સ્પર્ધા દરમિયાન ખેલાડીઓને ટોયલેટમાં ખોરાક ખવડાવવામાં આવ્યો (up kabaddi players feeding in toilet) હતો. તેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, જિલ્લાના ડો.ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં કબડ્ડી ખેલાડીઓને ટોયલેટમાં ખવડાવવાનો મામલો સામે આવ્યો છે. ખેલાડીઓના એક વીડિયોએ રમતગમત વિભાગનો પર્દાફાશ કર્યો છે. આ વીડિયો ત્રણ દિવસ પહેલાનો જણાવવામાં આવી રહ્યો છે.
રાજ્યભરના ખેલાડીઓસાથે આ ટ્રીટમેન્ટ કરવામાં આવી ત્યારે એક જાગૃત ખેલાડીએ આ પરાક્રમનો વીડિયો (kabaddi players toilet video viral) બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યના 17 વિભાગમાંથી આવેલા 300 ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલ ભોજન પણ ઓછું પડી ગયું હતું, જેના કારણે મોટી સંખ્યામાં ખેલાડીઓને ભૂખ્યા રહેવું પડ્યું હતું. હાલમાં આ વીડિયો વાયરલ થયા બાદ રમતગમત વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં સહારનપુરના ક્ષેત્રીય રમત અધિકારી અનિમેષને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.