ગુજરાત

gujarat

ETV Bharat / bharat

New delhi News: લોકસભામાંથી સસ્પેન્ડ થયેલા કૉંગ્રેસ નેતા અધીર રંજનનો હુંકારઃ કાયદાની મદદ લઈશ, સુપ્રીમ કોર્ટમાં જઈશ - rahul gandhi

લોકસભામાંથી સસ્પેન્ડ થયેલા કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી આજે વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈ શકે છે. તેમણે જણાવ્યું કે મેં કોઈ અપશબ્દોનો ઉપયોગ કર્યો નથી. મારા માટે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ ખુલ્લો છે. તેમણે વધુ શું કહ્યું તે જાણવા માટે વાંચો ઈ ટીવી ભારતના વરિષ્ઠ સંવાદદાતા અમિત અગ્નિહોત્રીનો આ રીપોર્ટ

સસ્પેન્ડેડ કૉંગ્રેસ સાંસદ અધીર રંજન
સસ્પેન્ડેડ કૉંગ્રેસ સાંસદ અધીર રંજન

By

Published : Aug 12, 2023, 7:39 PM IST

નવી દિલ્હીઃ સંસદના મોન્સૂન સત્ર દરમિયાન અવિસ્તાવ પ્રસ્તાવ પર ચર્ચામાં વડાપ્રધાન મોદીને અપશબ્દો કહેવા બદલ સભાપતિ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી આજે વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈ શકે છે.તેમણે પોતાના બચાવમાં કહ્યું કે તેઓ કાયદાની મદદ લેશે. અધીર રંજને ઈટીવી ભારત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, મને ફાંસીની સજા આપવામાં આવી અને હવે મારા પર કેસ ચાલશે. મેં એવો કોઈ શબ્દ નથી વાપર્યો જે અસંસદીય હોય.હિન્દી શબ્દ નિરવનો ઉપયોગ સામાન્ય રીતે રોજીંદી વાતચીતમાં થતો જ હોય છે. જેનો અર્થ મૌન થાય છે. તેઓ આ મુદ્દે રજનું ગજ કરવા માંગે છે. તેમણે ઉમેર્યુ, "હું સ્પીકરના ફેસલા વિરૂદ્ધ કોઈ ટીપ્પણી કરવા માંગતો નથી કારણ કે તેઓ સદનના સંરક્ષક છે, પણ અમારા માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે." અધીર રંજન તેમની પાર્ટીના અન્ય સાંસદ મનીષ તિવારીની ટીપ્પણીની પુનઃ રજૂઆત કરતા હતા, જેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના લોકસભા સભ્યનું સસ્પેન્શન અદાલતમાં કાયદાકીય વિકલ્પ તરીકે ઉપયુકત મામલો છે.

બદલાની ભાવનાઃ કૉંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદે કહ્યું કે તેમને પદ છોડવા માટે કહેવાશે તો તેઓ વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થશે. તેમણે કહ્યું,"અમે પક્ષ તરીકે દરેક નિયમોનું પાલન કરીએ છીએ. હું પણ નિયમોનું પાલન કરીશ. જો મને બોલાવામાં આવશે તો હું ચોક્કસ સમિતિ સમક્ષ હાજર થઈશ.તેમણે ઉમેર્યું કે એક મંત્રી માત્ર બદલાની ભાવનાથી મારી કથિત ટીપ્પણી પર માફી માંગવાનું કહી રહ્યો છે." તેમણે કહ્યું,"મારે માફી માંગવી જોઈએ? જ્યારે હું સદનમાં બોલી રહ્યો હતો તો કોઈએ મને માફી માંગવાનું કહ્યું ન હતું. જો મને ભાષણ પૂરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હોત તો હું મારી ટીપ્પણી સ્પષ્ટ કરી દેત.

મંત્રી માત્ર બદલાની ભાવનાથી મારી પાસે માફીની માંગણી કરી રહ્યા છે...મારે માફી શા માટે માંગવી જોઈએ?" અધીર રંજન ચૌધરી (નેતા, કૉંગ્રેસ)

કંટાળીને અમે વોકઆઉટ ક્યુંઃ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષી સંગઠન ઈન્ડિયા સાથે સંકળાયેલા પક્ષોએ વોકઆઉટ કર્યુ હતું. કૉંગ્રેસ નેતાએ આ પક્ષ પર તેમની પ્રતિક્રિયા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે,"સંસદના સત્રની શરૂઆતથી વિપક્ષ મોદીને મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદી પાસેથી જવાબ માંગી રહી હતી. પરંતુ વડાપ્રધાન સદનમાં આવવા તૈયાર જ થતા નહોતા. તેથી અવિશ્વાસ પ્રસ્તાવ સદનમાં રજૂ કરવામાં આવ્યો.જેનો હેતુ માત્ર વડાપ્રધાનનો મણિપુર મુદ્દે જવાબ સાંભળવાનો હતો.અમે બે કલાક સુધી વડાપ્રધાનને સાંભળ્યા પરંતુ તેમણે મણિપુર મુદ્દે કોઈ જવાબ આપ્યો નહીં તેથી અમારે વિરોધમાં વોકઆઉટ કરવું પડ્યું.અમે આ સિવાય કરી પણ શું કરી શકતા હતા."

સાંસદો ઊંઘતા હતાઃ તેમણે આગળ કહ્યું,"સત્તાપક્ષના સાંસદો પણ વડાપ્રધાનના ભાષણ દરમિયાન ઊંઘનું ઝોકુ લેતા જોવા મળ્યા હતા. ભારતમાં પહેલીવાર એવું થયું છે કે વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવ જેવા સંસદીય માધ્યમના કારણે લોકસભામાં આવવા મજબૂર થવું પડ્યું હોય.તેમણે સદનમાં આવવું જોઈતું હતું. અધીર રંજને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે મોદીને ઈન્ડિયા શબ્દ પસંદ નથી તેથી તેઓ અસહજતા અનુભવે છે."

  1. No Confidence Motion: અવિશ્વાસ પ્રસ્તાવ પર PMનું સંબોધન- મણિપુરમાં શાંતિનો સૂરજ ઉગશે, દેશ મણિપુરની સાથે છે
  2. No-Confidence Motion: લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી અસ્વીકાર

ABOUT THE AUTHOR

...view details