- વડાપ્રધાન મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારને આપી શ્રદ્ધાજંલી
- ભારત છોડો ચળવળએ ભારતના યુવકોને ઉત્સાહિત કર્યા હતા
- ભારત છોડો આંદોલન મહત્વપૂર્ણ
દિલ્હી: ભારત છોડો આંદોલનની 79 મી વર્ષગાંઠ પ્રસંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે સમગ્ર ભારતમાં ચળવળની ભાવના ફરી ઉભી થઈ અને આપણા રાષ્ટ્રના યુવાનોને ઉત્સાહિત કર્યા. પીએમ મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા મહાન લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી, જેમણે વસાહતીવાદ સામેની લડાઈને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલી
"ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા મહાન લોકોને શ્રદ્ધાંજલિ, જેમણે વસાહતીવાદ સામેની લડાઈને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધીની પ્રેરણાથી ભારત છોડો આંદોલનની ભાવના સમગ્ર ભારતમાં ફરી વળી અને આપણા રાષ્ટ્રના યુવાનોને ઉત્સાહિત કર્યા," પીએમ મોદીએ ટ્વિટ કર્યું.