ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉડાન ભરતા જ પ્લેનમાં અચાનક લાગી આગ, આ રીતે કરાયું ઈમરજન્સી લેંડિંગ - સ્પાઈસજેટના એન્જિનમાં આગ લાગી

પટના એરપોર્ટથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ (SpiceJet Flight Caught Fire) નંબર sg723માં ટેકઓફ કર્યા બાદ આગ લાગી ગઈ હતી. જે બાદ પાયલોટે પ્લેનનું સુરક્ષિત લેંન્ડિંગ કરાવ્યું હતું.

પટના એરપોર્ટ પરથી ટેકઓફ થતાં જ સ્પાઈસજેટના એન્જિનમાં લાગી આગ, સુરક્ષિત રીતે થયું લેડિંગ
પટના એરપોર્ટ પરથી ટેકઓફ થતાં જ સ્પાઈસજેટના એન્જિનમાં લાગી આગ, સુરક્ષિત રીતે થયું લેડિંગ

By

Published : Jun 19, 2022, 2:15 PM IST

Updated : Jun 19, 2022, 2:58 PM IST

પટનાઃ બિહારની રાજધાની પટનાથી આ સમયના મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં પટનાથી દિલ્હી જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેન (SpiceJet Flight Caught Fire) નંબર sg723માં ટેકઓફ કર્યા બાદ આગ ફાટી નીકળી હતી. આગના સમાચાર મળતા જ દોડધામ મચી ગઈ હતી. જોકે, દિલ્હી જઈ રહેલા આ પ્લેનને પટના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્લેનમાં 185 લોકો સવાર હતા. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

ઉડાન ભરતા જ પ્લેનમાં અચાનક લાગી આગ, આ રીતે કરાયું ઈમરજન્સી લેડિંગ

આ પણ વાંચો:Agneepath Yojana Protest : સિકંદરાબાદ હિંસાના માસ્ટરમાઈન્ડની માસ્ટરી થઈ ફેલ, આ રીતે ઘટનાને આપ્યો અંજામ

સ્પાઈસજેટ એરક્રાફ્ટના એન્જિનમાં લાગી આગ : રિપોર્ટ અનુસાર, આ વિમાને પટનાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 12:10 વાગ્યે ઉડાન ભરી હતી. ટેક-ઓફની થોડીવાર બાદ આ વિમાનના પંખામાં આગ લાગી હતી. જે બાદ કેબિન ક્રૂના સભ્યએ વિમાનમાં આગ લાગી હોવાની જાહેરાત કરી હતી. તેથી વિમાનને એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓએ કહ્યું પાયલોટની સમજદારીને કારણે અમારો જીવ બચ્યો :વિમાનમાં સવાર પ્રવાસીઓએ એરપોર્ટની બહાર આવીને કહ્યું કે, જ્યારે વિમાનમાં જાહેરાત કરવામાં આવી, ત્યારે અમને ખબર પડી કે, એન્જિનમાં આગ લાગી ગઈ છે. અમે ખૂબ જ ડરી ગયા હતા, પરંતુ પાયલોટની સમજદારીને કારણે અમારો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો:તામિલનાડું CM સ્ટાલિને અગ્નિપથ યોજનાને નકારી, તો રાજ્યપાલની 'ક્રાંતિકારી' નીતિ

પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું : અહીં ઘટનાની જાણકારી મળતાં જ પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.ચંદ્રશેખર સિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે, પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે. તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવશે. ડીએમએ કહ્યું કે આગની ઘટનામાં ટેકનિકલ ખામી હોઈ શકે છે. ઈજનેરી ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. પ્લેનના મુસાફરોનું કહેવું છે કે ટેકઓફ દરમિયાન પ્લેનમાં ગડબડ થઈ હતી અને ટેકઓફ દરમિયાન જ પ્લેનમાં જોરદાર અવાજ આવ્યો હતો.

Last Updated : Jun 19, 2022, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details