નવી દિલ્હીઃ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Delhi Indira Gandhi International Airport) પર સ્પાઈસ જેટનું વિમાન પોલ સાથે અથડાતા ( Delhi Airport Plane accident) દુર્ધટના સર્જાઈ હતી. જેના કારણે પ્લેન અને પોલ બંનેને નુકસાન થયું હતું. વિમાનને એરપોર્ટ રનવે પર લઈ જવા માટે રિવર્સિંગ કરતી વખતે પોલ સાથે અથડાયુ હતુ.
દિલ્હી એરપોર્ટ પર પ્લેન પોલ સાથે અથડાયું, દુર્ઘટના ટળી - Delhi Indira Gandhi International Airport
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઈસ જેટનું પ્લેન પોલ સાથે( Delhi Airport Plane accident) અથડાયું હતું. આ અથડામણને કારણે પોલ નમી ગયો હતો, તો વિમાનને પણ નુકસાન થયું હતું. વિમાનને એરપોર્ટ રનવે પર લઈ જવા માટે રિવર્સિંગ કરતી વખતે પોલ સાથે અથડાયુ હતુ.
આ પણ વાંચો:Ahmedabad To Kevadia Sea plane: શું અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા ફરી શરૂ થશે?
મુસાફરોથી ભરેલુ પ્લેન: સોમવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનને રનવે પર લઈ જવા માટે રિવર્સ કરતી વખતે પોલ સાથે અથડાયુ હતુ. આ અકસ્માતમાં પોલની સાથે પ્લેનને પણ નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્લેન સ્પાઈસ જેટનું હતું અને દિલ્હીથી જમ્મુ જવાનું હતું. મુસાફરોથી ભરેલા પ્લેનને રનવે પર પાછુ ધકેલવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પ્લેન પોલ સાથે અથડાયું હતું. આ અથડામણને કારણે પોલ નમી ગયો હતો, તો વિમાનને પણ નુકસાન થયું છે.