ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવે વિભાગે 'સ્પેશિયલ ટ્રેન' નો ટેગ હટાવ્યો, ટિકિટના ભાવ કરાયો ફેરફાર

દેશમાં કોરોના વાયરસના (Corona Epidemic) કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે જ રેલવે વિભાગે પ્રવાસીઓને મોટી રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે, રેલવે મંત્રાલયે (Ministry of Railways) શુક્રવારે તમામ નિયમિત ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. આથી, રેલવેએ સ્પેશિયલ ટ્રેનો (Special Trains) અને વધારવામાં આવેલું ભાડું પણ પહેલા જેટલું કરી દીધું છે.

રેલવે વિભાગે 'સ્પેશિયલ ટ્રેન' નો ટેગ હટાવ્યો
રેલવે વિભાગે 'સ્પેશિયલ ટ્રેન' નો ટેગ હટાવ્યો

By

Published : Nov 13, 2021, 7:05 AM IST

  • રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનોને લઈને કરી જાહેરાત
  • મહામારીમાં વધારવામાં આવેલું ભાડું પરત લેવાનો નિર્ણય
  • સ્પેશિયલ ટ્રેનના ટેગ હટાવીને ફરીથી મુળ સ્થિતિમાં દોડશે

નવી દિલ્હી :રેલવેએ (Ministry of Railways) પ્રવાસીઓને મોટી રાહત આપી છે. વિભાગ દ્વારા ભાડા વધારાને લઈને પ્રવાસીઓના દબાણનો સામનો કર્યા બાદ, રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે સ્પેશિયલ ટેગ (Special Trains) દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય રેલવેએ તાત્કાલિક અસરથી મહામારી (Corona Epidemic) પહેલા વધારવામાં આવેલું ભાડું પરત લેવાનો આદેશ આપ્યો છે.

ટ્રેનો નિયમિત નંબરો સાથે ચાલશે

ઉલ્લેખનીય છે કે, જ્યારથી કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે, ત્યારથી રેલવે માત્ર સ્પેશિયલ ટ્રેનો જ ચલાવી રહી છે. તેની શરૂઆત લાંબા અંતરની ટ્રેનોથી થઈ હતી. રેલવે બોર્ડે શુક્રવારે ઝોનલ રેલવેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ટ્રેનો હવે તેમના નિયમિત નંબરો સાથે ચલાવવામાં આવશે અને ભાડું કોવિડ પહેલાના દર જેટલું જ સામાન્ય રહેશે.

રેલવે વિભાગે 'સ્પેશિયલ ટ્રેન' નો ટેગ હટાવ્યો

1,700 થી વધુ ટ્રેનોને પુનઃસ્થાપિત કરાશે

રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, આગામી થોડા દિવસોમાં 1,700 થી વધુ ટ્રેનોને પુનઃસ્થાપિત કરવામાં આવશે. રેલવેના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના સંબંધિત સાવચેતી અને નિયંત્રણો તમામ ટ્રેનોમાં લાગુ રહેશે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે રેલવે દ્વારા ન તો કોઈ વધારાનું ભાડું લેવામાં આવશે અને ન તો એડવાન્સ બુક કરેલી ટિકિટ પર કોઈ પૈસા પાછા આપવામાં આવશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details