- આજે 21 જૂનના રોજ વિશ્વ સંગીત દિવસ
- મહાદેવના શહેર કાશીનો સંગીત સાથેનો લાંબો સંબંધ
- નવી પેઢી પ્રાચીન સંગીત પરંપરાને આગળ વધારવામાં વ્યસ્ત
વારાણસી(ઉત્તરપ્રદેશ):21 જૂન ઘણી રીતે ખાસ છે. આ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે, વિશ્વ સંગીત દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે, મહાદેવના શહેર કાશીનો સંગીત સાથેનો લાંબો સંબંધ ધરાવે છે. બનારસનું સંગીત ઘરાના એ તેના ઇતિહાસની વિશેષતા છે. બીજી બાજુ, સંગીતકારોની નવી પેઢી પણ આ ઇતિહાસને આગળ વધારવામાં અને સંગીતના ક્ષેત્રમાં એક અલગ ઓળખ આપવવા મથી રહ્યા છે. આ તકે, ETV Bharat ના માધ્યમથી કાશીના 3 યુવાનો સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ. આ યુવાનો સંગીત ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરવા અને વિશ્વ મંચ પર સંગીતની એક નવી ઓળખ સાથે રજૂ કરવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો:world music day: સુર અને સ્વરના સાધકો માટે આજે છે વિશ્વ સંગીત દિવસ
યુવા સંગીતકારો સંગીતની એક અલગ શૈલી વિકસાવવામાં વ્યસ્ત
ફ્રાન્સમાં 1982 માં સંગીત દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને સંગીતના વિવિધ પ્રકારો વિશેની માહિતી આપવા સાથે સાથે એક નવા કલાકારોને તક અને મંચ આપવાનો છે. જેથી આ ક્ષેત્રે તેઓ પોતાની ઓળખ બનાવી શકે. આ જ કારણ છે કે આ દિવસે ઘણી જગ્યાએ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આથી, કાશીના યુવાનો પ્રાંજલ, પ્રિયાંશ અને હેમંત આ ઉદ્દેશ્યને વાસ્તવિક બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ યુવાનો પ્રાચીન સંગીત પરંપરા અને પશ્ચિમી સંગીતને જોડીને તેમના પોતાના ઘરે સ્ટુડિયો બનાવીને નવી શૈલી વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.