ગુજરાત

gujarat

By

Published : Apr 13, 2021, 6:09 PM IST

ETV Bharat / bharat

લોકડાઉનના સમયગાળામાં મુંબઈના યુવકે હિમાલયન ચોકલેટની ફેક્ટરી બનાવી

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં હિમાલયન ચોકલેટ બનાવવામાં આવી રહી છે. આ ચોકલેટનું નિર્માણ મુંબઈમાં રહેતો રોહન નામનો એક યુવક કરી રહ્યો છે, આના માધ્યમથી રોહન સ્થાનિક મહિલાઓને રોજગારી પણ આપી રહ્યો છે. હિમાલયન ચોકલેટ ઓનલાઇન માધ્યમથી પણ ઉપલબ્ધ છે.

લોકડાઉનના સમયગાળામાં મુંબઈના યુવકે હિમાલયન ચોકલેટની ફેક્ટરી બનાવી
લોકડાઉનના સમયગાળામાં મુંબઈના યુવકે હિમાલયન ચોકલેટની ફેક્ટરી બનાવી

  • મુંબઈના યુવકે હિમાલયન ચોકલેટ બનાવી
  • લોકડાઉનને કારણે રોહન કુલ્લુમાં ફસાઈ ગયો હતો
  • રોહન સ્થાનિક મહિલાઓને રોજગાર પણ પૂરો પાડી રહ્યો છે

કુલ્લુ (હિમાચલ પ્રદેશ): રોહન મુંબઈથી કુલ્લુ ફરવા માટે ગયો હતો, પરંતુ લોકડાઉનને કારણે તે પરત આવી શક્યો ન હતો. રોહને આ આપત્તિને તકમાં ફેરવી હતી. રોહને તકનો લાભ લઈ અને કુલ્લુમાં 'ધ હિમાલયન ચોકલેટ'ની ફેક્ટરી બનાવી હતી.

લોકડાઉનમાં શરૂ કર્યું ચોકલેટ બનાવવાનું કામ

રોહને મુંબઇની એક સંસ્થામાંથી સામાજિક ઉદ્યમશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ સ્વદેશી સમુદાયો માટે આજીવિકાનું સાધન બનાવવા માટે લેહ-લદાખ તરફ જવાના હતા અને ત્યા સ્થાનિક મહિલાઓને ચોકલેટ બનાવવા માટે તાલીમ આપવાના હતા. લોકડાઉનને કારણે રોહન કુલ્લુમાં ફસાઈ ગયો હતો. જોકે, સમયનો દુરપ્રયોગ કર્યા વિના રોહને કુલ્લુની સ્થાનિક મહિલાઓ સાથે ચોકલેટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

લોકડાઉનના સમયગાળામાં મુંબઈના યુવકે હિમાલયન ચોકલેટની ફેક્ટરી બનાવી

આ પણ વાંચોઃ માત્ર 1500 રૂપિયાથી બિઝનેસની શરૂઆત કરનારા શિલ્પાબેન ભટ્ટ શો-રૂમના માલિક બન્યા

રોહને 6 મહિનામાં રૂપિયા 20 લાખનો બિઝનેસ કર્યો

રોહન કુલ્લુમાં 4 પ્રકારના ફ્લેવરમાં ચોકલેટ તૈયાર કરી રહ્યો છે. જેમાં બદામ, અખરોટ, શેકેલી જવ અને ગુલાબી મીઠું શામેલ છે. આ ચોકલેટના વેપાર દ્વારા રોહન સ્થાનિક મહિલાઓને રોજગાર પણ પૂરો પાડી રહ્યો છે. 2023 સુધીમાં 100 મહિલાઓને રોજગાર આપવાનું તેમનું લક્ષ્ય છે. રોહને ઓક્ટોબર 2020માં ચોકલેટ બનાવવાની શરૂઆત કરી હતી. 6 મહિનામાં રોહને રૂપિયા 20 લાખનો બિઝનેસ કરી ચુક્યો છે.

આ પણ વાંચોઃ હવે ઘરે બનાવો ચોકલેટ કેક અને શેર કરો તમારો પ્રતિભાવ

હિમાલયન ચોકલેટ ઓનલાઇન પણ ઉપલબ્ધ

હિમાલયન ચોકલેટ વેબસાઇટ દ્વારા ઓનલાઇન પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. રોહનનું કહેવુ છે કે, જ્યારે પર્યટકો બહારથી હિમાચલની મુલાકાતે આવે છે, ત્યારે અહિં કોઈ પણ એવી ખાદ્ય ચીજ નથી કે જે પરિવાર માટે લોકો લઈ જઈ શકે, આવી સ્થિતિમાં તેણે હિમાલયના ડ્રાયફ્રૂટમાંથી ચોકલેટ બનાવવાનું વિચાર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details