ઉજ્જૈન, મધ્યપ્રદેશ : બાબા મહાકાલેશ્વર (Mahakaleshwar temple Ujjain) 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. તેમના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો અહીં આવે છે. એવી માન્યતાઓ છે કે, બાબા મહાકાલના દરબારમાંથી કોઈ ખાલી હાથે ગયું નથી. અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે. દરરોજ સવારે બાબા મહાકાલની ભસ્મ આરતી થાય છે અને તે પહેલા બાબા મહાકાલનો શૃંગાર કરવામાં આવે છે. તેમને વિવિધ પ્રકારના ભોગ ચઢાવવામાં આવે છે. ભસ્મ આરતીમાં દરરોજ હજારો ભક્તો અહીં પહોંચે છે અને બાબાના સ્વરૂપના દર્શન કરે છે. તમે પણ ઘરે બેસીને બાબાના નવા સ્વરૂપના દર્શન કરો. (Baba Mahakal makeup on 1 March 2022 )
આ પણ વાંચો :મહાશિવરાત્રિમાં શિવલિંગની પૂજાનું છે વિશેષ મહત્વ, જાણો મહાશિવરાત્રિના પર્વ વિશે...