ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અખિલેશ યાદવ અને આઝમ ખાને એક અણધાર્યો નિર્ણય લીધો, આપ્યું રાજીનામું

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav resigns from Lok Sabha) અને પાર્ટીના મજબૂત નેતા આઝમ ખાને એક અણધાર્યો નિર્ણય લીધો છે. બંને નેતાઓએ લોકસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપી (azam khan also resign) દીધું છે. એટલે કે બંને નેતાઓ વિધાનસભાના સભ્ય તરીકે નવી ઇનિંગ શરૂ કરશે.

અખિલેશ યાદવ અને આઝમ ખાન યુપી વિધાનસભામાં રહેશે, લોકસભામાંથી આપ્યું રાજીનામું
અખિલેશ યાદવ અને આઝમ ખાન યુપી વિધાનસભામાં રહેશે, લોકસભામાંથી આપ્યું રાજીનામું

By

Published : Mar 22, 2022, 5:06 PM IST

નવી દિલ્હીઃસમાજવાદી પાર્ટીના નેતાઓ અખિલેશ યાદવ (Akhilesh Yadav resigns from Lok Sabha) અને આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે, તેમના રાજીનામાથી રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અગાઉ એવું માનવામાં (azam khan also resign) આવે છે કે, બંને નેતાઓ લોકસભાના સભ્ય તરીકે ચાલુ રહેશે, તેથી તેઓ વિધાનસભામાંથી રાજીનામું આપી શકે છે. હવે એ નક્કી થયું છે કે, આઝમ ખાન અને અખિલેશ યાદવની જોડી વિધાનસભામાં હાજર રહેશે.

આ પણ વાંચો:Gadkari in Lok Sabha: ટેસ્ટ વિના ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા પર લોકસભામાં ગડકરીની રમૂજ

અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટ પરથી જીત્યા: યુપી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટ પરથી જીત્યા હતા. તેમણે ચૂંટણીમાં ભાજપના સાંસદ અને કેન્દ્રીયપ્રધાન એસપીએસ બઘેલને હરાવ્યા હતા. અખિલેશ 2019ની લોકસભા ચૂંટણીમાં આઝમગઢથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ સિવાય સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન પણ રામપુરથી લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ વિધાનસભા ચૂંટણીમાં 10મી વખત રામપુર સદર બેઠક પરથી જીત્યા હતા. સાંસદ આઝમ ખાન બે વર્ષથી સીતાપુર જેલમાં બંધ છે. જેલમાં હતા ત્યારે તેઓ રામપુર શહેરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રોટેમ સ્પીકર તરીકે આઝમ ખાનના નામની ભલામણ કરી, ત્યારે લોકસભામાંથી તેમના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું.

પાર્ટીના સભ્યોની સંખ્યા માત્ર પાંચ: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, અખિલેશ યાદવ અને આઝમ ખાન લોકસભામાં રહેશે, કારણ કે પાર્ટીના સભ્યોની સંખ્યા માત્ર પાંચ છે. અખિલેશ અને આઝમ ખાનના રાજીનામા બાદ સપાના માત્ર ત્રણ સભ્યો જ ગૃહમાં બચશે. જો કે આ બંને નેતાઓના રાજીનામા બાદ આઝમગઢ અને રામપુર લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાશે.

કરહાલ ન છોડવાનો સંકેત: હોળીના અવસર પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કરહાલના લોકો સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ જ અખિલેશ યાદવે કરહાલ ન છોડવાનો સંકેત આપ્યો હતો. અખિલેશે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તેઓ યુપીની રાજનીતિ કરતા રહેશે.

આ પણ વાંચો:વડાપ્રધાનને મોંઘવારીના રોગચાળા વિશે પૂછો, તેઓ કહેશે થાળી વગાડો: રાહુલ ગાંધી

અખિલેશ યુપી વિધાનસભામાં બેસે છે: જો કે લોકસભામાંથી બંને નેતાઓના રાજીનામા બાદ વિપક્ષના નેતાને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. હવે જો અખિલેશ યુપી વિધાનસભામાં બેસે છે, તો જસવંતનગરથી ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવ વિપક્ષના નેતાનો દાવો ખતમ કરી દેશે. બીજી તરફ આઝમ ખાનના સમર્થકો પણ તેમને નેતા વિરોધી પાર્ટી બનાવવાની માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details