જમ્મુ અને કાશ્મીરઅનેક જિલ્લાઓમાં તારીખ 20 ઓક્ટોબરે રાત્રે મોસમનીપ્રથમ હિમવર્ષા (First snowfall of the season in Sonmarg Gulmarg) થઈ હતી. ભારે હિમવર્ષા વચ્ચે BSFના જવાનો ગુલમર્ગમાં નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ભારે હિમવર્ષાનાકારણે સોનમાર્ગ પણ સફેદ ચાદર છવાઇ ગઇ હોય તેવા તેવુ મનમોહક વાતાવરણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ હિમવર્ષા સિઝનની પ્રથમ હિમવર્ષા છે જેના કારણે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
સફેદ ચાદર કાશ્મીરના અનેક જિલ્લામાં સિઝનની પ્રથમ હિમવર્ષા પડી હતી. આખી રાત ભારે હિમવર્ષા પડવાના કારણે રસ્તાઓ સફેદ ચાદરથી ઢકાઇ ગયા હતા. ગુલમર્ગ અને સોનમર્ગના શહેરો રાતભર ભારે હિમવર્ષાને કારણે સફેદ થઈ ગયા હતા. બીજી બાજુ લોકોની સેવા માટે હમેંશા હાજર રહેતા BSF જવાનોએ ભારે હિમવર્ષા વચ્ચે પણ પેટ્રોલિંગ કર્યું હતું.
શિયાળાની મોસમની પ્રથમ હિમવર્ષા જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ અને ગુલમર્ગના નગરો સફેદ થઈ ગયા કારણ કે આ પ્રદેશમાં તારીખ 20 ઓક્ટોબર, ગુરુવારે વહેલી સવારે શિયાળાની મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી. ભારે હિમવર્ષાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.