નવી દિલ્હી:કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને વાત કરી અને તેમની પાસેથી સમગ્ર ઘટના (sonia gandhi seeks report from punjab cm) વિશે પૂછ્યું હતું. આ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન (PM Security Breach Punjab) આખા દેશના છે અને જો તેમની સુરક્ષામાં કોઈ બેદરકારી હોય તો સંબંધિત લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. ત્યારે મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ સોનિયા ગાંધીને સમગ્ર મામલાની માહિતી આપી હતી અને આ મામલાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી હતી.
ખેડૂતોના રસ્તા રોકવાને કારણે વડાપ્રધાનની રેલી મોકૂફ રાખવી પડી
બુધવારે વડાપ્રધાન મોદીના કાફલાને પંજાબના ભટિન્ડામાં ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ રોકવો પડ્યો હતો. તેઓ ફિરોઝપુરમાં એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ રસ્તો રોકી દીધો હતો, જેના કારણે વડાપ્રધાનની રેલી મોકૂફ રાખવી પડી હતી. ભટિન્ડા એરપોર્ટ પર પાછા ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને કહ્યું કે, 'તમારા સીએમનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.'
સોનિયા ગાંધીએ પંજાબના સીએમને વડાપ્રધાનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખવા કહ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ (Sonia Gandhi Statement On PM Security Breach) પંજાબના મુખ્યપ્રધાનને વડાપ્રધાનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખવા કહ્યું છે. મુખ્યપ્રધાન ચન્નીએ (cm channi on pms security lapse) કોંગ્રેસ અધ્યક્ષને એ પણ જણાવ્યું કે, પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે જસ્ટિસ (નિવૃત્ત) મહેતાબ સિંહ ગિલ અને મુખ્ય સચિવ (ગૃહ અને ન્યાય) અનુરાગ વર્માની બનેલી એક સમિતિની રચના કરી છે.