નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi Corona Positive)કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએઆ (Congress Spokesperson Randeep Surjewala) માહિતી આપી છે. રણદીપ સુરજેવાલાએ એમ પણ કહ્યું કે, ભૂતકાળમાં સોનિયા ગાંધી જે નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા તેમાંથી ઘણા પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. સુરજેવાલાના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને ગઈકાલે (બુધવાર) સાંજે હળવો તાવ આવ્યો હતો, ત્યારબાદ તેઓ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચો :ભાજપમાં જોડાતા જ હાર્દિક પટેલે અન્ય પાર્ટીના નેતાઓને આપી દીધી આ સલાહ