ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનાલી ફોગાટના ઘરે પહોંચી ગોવા પોલીસ, પ્રોપર્ટીના લેન્ડ લીઝ કેસની કરશે તપાસ - ગોવા પોલીસનું સર્ચ ઓપરેશન

સોનાલી ફોગાટના મૃત્યુ કેસની તપાસ માટે ગોવા પોલીસ હરિયાણા પહોંચી છે. ગોવા પોલીસ આજે સોનાલી ફોગાટના સંત નગરના ઘરે પહોંચી હતી. આજે, ટીમ સોનાલી ફોગાટના સંત નગર ઘર અને શહેરની તહેસીલમાં સર્ચ ઓપરેશન હાથ ધરશે. આ દરમિયાન સોનાલી ફોગાટની પ્રોપર્ટીના લેન્ડ લીઝ ડીડની પણ તપાસ કરવામાં આવશે. Sonali Phogat Murder Case, goa police reach sonali phogat house, Goa Police Reaches Phogat Farmhouse

સોનાલી ફોગાટના ઘરે પહોંચી ગોવા પોલીસ, પ્રોપર્ટીના લેન્ડ લીઝ કેસની કરશે તપાસ
સોનાલી ફોગાટના ઘરે પહોંચી ગોવા પોલીસ, પ્રોપર્ટીના લેન્ડ લીઝ કેસની કરશે તપાસ

By

Published : Sep 1, 2022, 4:10 PM IST

હિસાર: સોનાલી ફોગાટ હત્યા કેસમાં (Sonali Phogat Murder Case) ગોવા પોલીસની તપાસ ચાલી રહી છે. ગોવા પોલીસ આજે સોનાલી ફોગાટના સંત નગરના ઘરે (goa police reach sonali phogat house) પહોંચી હતી. આજે ટીમ સોનાલીના સંત નગર સ્થિત ઘર અને શહેરના તાલુકામાં સર્ચ ઓપરેશન ચલાવશે. આ દરમિયાન સોનાલી ફોગાટની પ્રોપર્ટીના લેન્ડ લીઝ ડીડની (Sonali Phogat Property Land Lease Deed) પણ તપાસ કરવામાં આવશે. આ પછી, ગોવા પોલીસ ડીડની તપાસ માટે તહસીલદારની ઓફિસમાં જશે.

આ પણ વાંચો :સોનાલી ફોગાટને કલ્બમાં પરાણે કેફિ પીણું પિવરાવી રહ્યાનો સુધીરનો વીડિયો વાયરલ

સોનાલીના પરિવારજનોની હાજરીમાં કરવામાં આવશે શોધખોળ :એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોવા પોલીસ સોનાલી ફોગાટ પ્રોપર્ટી (Sonali Phogat Property) સાથે સંબંધિત રેકોર્ડ તહસીલમાંથી લેશે કારણ કે, સોનાલીના પરિવારના દાવાની સત્યતાની તપાસ કરવામાં આવશે જેમાં સોનાલીની સંપત્તિ લીઝ પર લેવા માટે સુધીર સાંગવાન દ્વારા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. હિસારમાં સર્ચ પૂર્ણ કર્યા બાદ ટીમ ગુરુગ્રામ જવા રવાના થશે. ગુરુગ્રામમાં પણ સોનાલીના પરિવારજનોની હાજરીમાં શોધખોળ કરવામાં આવશે. ગોવા પોલીસ ગુરુગ્રામમાં સોનાલી ફોગાટની કારની પણ તપાસ કરી શકે છે. સોનાલીની કાર ગ્રીન સોસાયટી ગુરુગ્રામના પાર્કિંગમાં પાર્ક કરેલી છે. આ ઉપરાંત ગોવા પોલીસ સુધીર સાંગવાન પાસેથી ફ્લેટ અને કારની ચાવીઓ લાવી છે કારણ કે ત્યાંથી મહત્વપૂર્ણ કડીઓ મળવાની આશા છે.

ગોવા પોલીસે સોનાલી ફોગાટના ફાર્મ હાઉસની કરી હતી તપાસ :ગોવા પોલીસે સોનાલી ફોગાટના હિસારમાં (Sonali Phogat Farm House Hisar) આવેલા ફાર્મ હાઉસની તપાસ કરી હતી. ગોવા પોલીસે આ સમગ્ર શોધ સોનાલીના પરિવારજનોની હાજરીમાં કરી હતી. ગોવા પોલીસે તેની તપાસમાં સોનાલી ફોગાટની પુત્રી યશોધરાને પણ સામેલ કરી છે. આ ટીમ બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે સોનાલીના ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને સાંજે 6 વાગ્યે નીકળી હતી. દિવસભરની તપાસ બાદ બુધવારે સાંજે ગોવા પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર થેરોન ડીકોસ્ટાએ કહ્યું કે, હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી. અત્યાર સુધીની તપાસ અંગે તેમણે હેડ ક્વાર્ટરને જાણ કરી છે. વધુમાં, ત્યાંથી આદેશ આવ્યા બાદ તપાસની પ્રક્રિયા આગળ વધશે. તેમણે કહ્યું કે, અત્યારે આ મામલે કંઈપણ કહેવું વહેલું ગણાશે. તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

ગોવા પોલીસે કંઈપણ કહેવાનો કર્યો ઈન્કાર :પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું કે, અમે અત્યાર સુધી જે પણ તપાસ કરી છે. આ મામલે વધુ તપાસ હવે પછી કરવામાં આવશે. ગોવા પોલીસની ટીમ સોનાલી ફોગટની પુત્રી યશોધરા સાથે ફાર્મ હાઉસ ગઈ હતી, પરંતુ ગોવા પોલીસે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. ગોવા પોલીસનું કહેવું છે કે આ તપાસ પ્રક્રિયાનો એક ભાગ છે, આ અંગે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. સોનાલીના મોત પર પોલીસ ઈન્સ્પેક્ટર થેરોન ડીકોસ્ટાએ કહ્યું કે, સોનાલી ફોગાટના ફાર્મ હાઉસ અને તેના ઘરેથી કયા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી. જેમ જેમ તપાસ પ્રક્રિયા આગળ વધશે તેમ તેમ તમને જાણ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. અત્યારે કંઈપણ બોલવાથી તપાસ પ્રક્રિયાને અસર થઈ શકે છે.

આ પણ વાંચો :મૃત્યુના 15 દિવસ પહેલા જ સુધીર સાંગવાનના ઈરાદાને જાણી ગઈ હતી સોનાલી ફોગાટ

પરિવારજનોએ સોનાલીના પીએ સુધીર સાંગવાન પર ગંભીર લગાવ્યા આરોપ :23 ઓગસ્ટના રોજ સોનાલી ફોગાટનું ગોવાના અંજુના સ્થિત એક હોટલમાં નિધન થયું હતું. શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. જે બાદ પરિવારજનોએ સોનાલીના પીએ સુધીર સાંગવાન પર ગંભીર આરોપ લગાવતા તેને હત્યા (Sonali Phogat PA Sudhir Sangwan) ગણાવી હતી. આ સિવાય અન્ય એક વ્યક્તિ સુખવિંદરનું નામ પણ સામે આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે, સોનાલી ફોગાટ આ બે લોકો સાથે ગોવા ગઈ હતી. પરિવારના સભ્યોની સંમતિ બાદ સોનાલી ફોગાટનું ત્રીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details