નવી દિલ્હી:હરિયાણાના ભાજપના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Phogat Death Case) પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી ખુલાસો થયો છે કે તેને બળજબરીથી ડ્રગ્સ (Sonali Phogal Drugs Connection) આપવામાં આવ્યું હતું. ગોવા પોલીસે સોનાલી ફોગાટના મોતના સંબંધમાં હત્યાનો કેસ નોંધ્યો છે. આ કેસમાં બે લોકોની (Goa police Drugs Investigation) ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેના પરિવારજનોને પહેલા દિવસથી જ હત્યાની આશંકા હતી. સોનાલી ફોગાટ મંગળવારે ગોવામાં મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હતું.
આ પણ વાંચો: PM મોદી અને તેમના માતાના પ્રેમને દર્શાવતી શાલ બની આકર્ષણનું કેન્દ્ર
પોલીસનું નિવેદન: આ અંગે આઈજી ઓમવીર સિંહે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાંથી જાણવા મળ્યું છે કે કથિત આરોપી સુધીર સાંગવાન અને તેનો સાથી સુખવિંદર સિંહ મૃતક સાથે ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કથિત આરોપી પીડિતાને કંઈક પીવા માટે દબાણ કરતો હતો.