પણજી:ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતા સોનાલી ફોગાટના મૃત્યુની તપાસ CBIને સોંપવામાં (Sonali Phogat death CBI probe) આવશે. તમને જણાવી દઈએ કે , બીજેપી નેતા અને ટિકટોક ફેમ સોનાલી ફોગાટનું ગોવાની હોટલમાં શંકાસ્પદ રીતે મોત થયું હતું. સોનાલી ફોગાટના મૃત્યુ અંગે હજુ સુધી રહસ્ય યથાવત છે, જેના કારણે તેના પરિવારે ગોવા પોલીસ અને હરિયાણા પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે.
સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ CBI કરશે, ગોવા સરકારનો નિર્ણય
મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતા સોનાલી ફોગાટના મૃત્યુની તપાસ CBIને સોંપવામાં આવશે. આ મામલાને લઈને સીએમ સાવંતે કહ્યું કે, ગોવા પોલીસને ઘણા સારા સંકેત મળ્યા છે, પરંતુ સોનાલી ફોગાટની પુત્રીની માંગને ધ્યાનમાં રાખીને આજે અમે આ કેસ CBIને આપી રહ્યા છીએ. Sonali Phogat death CBI probe
પરિવાર તરફથી માંગ:આ કેસમાં ફોગટના પરિવાર તરફથી સતત CBIને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે, સોનાલી ફોગાટના મૃત્યુની તપાસ CBIને સોંપવામાં આવશે. મુખ્યપ્રધાન (Sonali Phogat case Goa CM Pramod Sawan ) સાવંતે કહ્યું કે, "સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ ચાલી રહી છે. અમારી પોલીસ આ મામલાની ખૂબ સારી રીતે તપાસ કરી રહી છે. ગોવા પોલીસને પણ ઘણા સારા સંકેતો મળ્યા છે, પરંતુ સોનાલી ફોગાટની પુત્રીની માંગને ધ્યાનમાં રાખીને આજે અમે આ કેસ આપી રહ્યા છીએ.
ગોવાના એક ક્લબમાં હત્યા:ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટના રોજ ગોવાના એક ક્લબમાં બીજેપી નેતા સોનાલી ફોગાટની હત્યા (Sonali Phogat death case) કરવામાં આવી હતી. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, ક્લબમાં ડાન્સ દરમિયાન સુધીરે સોનાલીને કંઈક પીવડાવ્યું હતું. CCTV ફૂટેજમાં પણ સુધીર સોનાલીને ડ્રિંક આપતો જોવા મળે છે. ગોવા પોલીસે સોનાલીના PA સુધીર સાંગવાન અને મિત્ર સુખવિંદરની હત્યા માટે ધરપકડ કરી છે. હત્યાના દિવસથી જ સોનાલીનો પરિવાર હત્યાની CBI તપાસની માંગ કરી રહ્યો છે.