નાલંદા: બિહારના નાલંદામાં 15 દિવસ પહેલા ધોરાહી ગામ પાસે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જેમાં આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પુત્ર જ હોવાનું સામે આવ્યું હતું. પુત્રએ પિતાને મારવા માટે ઓનલાઈન એપ પરથી હથિયારો મંગાવ્યા અને પછી તેનાથી પિતાની હત્યા કરી નાખી હતી.
નાઇટ વોચમેન પિતાનું મોત:15 માર્ચની રાત્રે ધોરાહી ગામ પાસે બાંધકામ હેઠળના બ્રિજના સિક્યુરિટી ગાર્ડ સનોજ સિંહની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. રાજગીરના ડીએસપી પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે NH-31 પર નિર્માણાધીન બ્રિજમાં નાઈટ ગાર્ડ ડ્યૂટી પર તૈનાત ગાર્ડ સનોજ સિંહની અજાણ્યા ગુનેગારોએ ચાકુ મારીને હત્યા કરી હતી. એસપી નાલંદાએ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો અને એક SITની રચના કરી અને વિલંબ કર્યા વિના તેની તપાસ શરૂ કરી.
આંતરિક વિખવાદને કારણે પિતાની હત્યા: ડીએસપીએ જણાવ્યું કે તપાસ દરમિયાન ટેકનિકલ સંશોધનના આધારે ઝડપી કાર્યવાહી કરીને મામલો સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યાનો આરોપી મૃતકનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. મૃતકના પુત્ર શ્રીકેસ કુમારની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના કારણો અંગે ડીએસપીએ જણાવ્યું કે ઘરના આંતરિક વિખવાદને કારણે પુત્રએ આ ઘટનાને અંજામ આપ્યો છે.