લખનઉઃયુપીમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી(son shot and killed the mother) નાખી છે. હત્યારો છોકરો તેની 10 વર્ષની નાની બહેન સાથે 2 દિવસ સુધી તેની માતાના મૃતદેહ સાથે ઘરમાં રહ્યો હતો. મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે બાળકે હત્યાની ખોટી કહાની બનાવીને તેના પિતાને જાણ કરી હતી. પોલીસનો દાવો છે કે સગીર પુત્રએ તેની માતાની હત્યા માત્ર એટલા માટે કરી કે તેને PUB-G ગેમ(PubG game caused death) રમવાથી હમેશા રોકતી હતી.
પુત્રના હાથે માતાની હત્યા -આ ઘટના લખનૌના પીજીઆઈ વિસ્તારની છે. સાધના અહીં યમુનાપુરમ કોલોનીમાં તેના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. સાધનાના પતિ નવીન સિંહ કોલકાતાના આસનસોલમાં આર્મીમાં JCO તરીકેને ફરજ બજાવે છે. ADCP ઈસ્ટ કાસિમ આબ્દીએ જણાવ્યું કે, સાધનાના સગીર પુત્રને PUBG ગેમ રમવાની લત છે. તેની માતાને આ આદત પસંદ ન હતી. શનિવારે જ્યારે સાધના રાત્રે 3 વાગ્યે સૂતી હતી. આ દરમિયાન સગીરે તેના પિતાની લાયસન્સવાળી પિસ્તોલ વડે તેની માતાને માથામાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સગીરે પિસ્તોલમાં માત્ર એક કારતૂસ લોડ કર્યું હતું, બાકીના 3 જીવતા કારતૂસ બહાર હતા.
પોલીસનું નિવેદન - પોલીસના જણાવ્યા અનુસાર, સગીરે બે દિવસ સુધી તેની માતાનો મૃતદેહ છુપાવીને રાખ્યો હતો. દુર્ગંધ આવતા તે વારંવાર રૂમ ફ્રેશનરનો છંટકાવ કરતો હતો. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, પુત્રએ પાડોશીઓને કહ્યું હતું કે, તેની દાદીની તબિયત ખરાબ છે, તેથી તેની માતા કાકાના ઘરે ગઈ છે. મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે તે ગભરાઈ ગયો અને તેણે રાત્રે 8 વાગ્યે આસનસોલમાં તેના પિતાને ફોન કર્યો હતો. ફોનમાં જણાવ્યું કે કોઈએ તેની માતાની હત્યા કરી છે. હત્યાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફોરેન્સિક રિપોર્ટ પર એક નજર - ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સાધનાનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. શરીર ખરાબ રીતે સડી ગયું હતું. ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, મૃતદેહ એટલી હદે સડી ગયો હતો કે તેમાં જંતુઓ પડી ગયા હતા. મૃતદેહની આસપાસ લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, જ્યારે સગીરે તેની માતાની હત્યા કરી હતી, તે સમયે તેની 10 વર્ષની બહેન પણ બેડરૂમમાં સૂતી હતી. ગોળીબારનો અવાજ સાંભળીને બહેન જાગી ત્યારે તે તેને સ્ટડી રૂમમાં લઈ ગયો અને સૂઈ ગયો. સવારે ઉઠીને બહેનને ધમકી આપી કે જો તે કોઈને કહેશે તો તેને પણ મારી નાખશે. જેના કારણે 10 વર્ષની માસૂમ 3 દિવસ સુધી સ્ટડી રૂમમાંથી બહાર આવી ન હતી.
પાડોશીની જૂબાની - પડોશીઓએ જણાવ્યું કે, સાધનાનો દીકરો એકદમ સીધો સાદો હતો. ક્યારેય લાગ્યું નહીં કે તે તેની માતા કે કોઈની સાથે ઊંચા અવાજમાં વાત પણ કરી શકે છે. રવિવાર અને સોમવારે તે ક્રિકેટ રમવા ઘરની બહાર પણ નીકળ્યો હતો. આ કારણે તેના પર શંકા પણ નહોતી કે તેના ઘરમાં સાધનાનો મૃતદેહ હશે.