ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમુક દેશ આતંકવાદીઓને આશરો આપવાના સ્પષ્ટ દોષી છેઃ UNમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિ - NPO

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ (UN India Representative T.S. Tirumurthy) 'કોવિડ -19 મહામારી અને તે બાદની સ્થિતિમાં આતંકવાદને નાણાં ભંડોળ પર પગલાં' વિષય પર ઉચ્ચસ્તરના ઓનલાઇન કાર્યક્રમમાં દરમિયાન જણાવ્યું હતું. આતંકવાદ વિરોધી સપ્તાહ (Anti Terrorism Week) અંતર્ગર્ત આતંકવાદીઓની આર્થિક સંસાધનોની પહોંચ અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી.

અમુક દેશ આતંકવાદીઓને આશરો આપવાના સ્પષ્ટ દોષી છેઃ UNમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિ
અમુક દેશ આતંકવાદીઓને આશરો આપવાના સ્પષ્ટ દોષી છેઃ UNમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિ

By

Published : Jun 26, 2021, 4:33 PM IST

  • UNમાં ભારતના પ્રતિનિધિ અને રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ કર્યું ઓનલાઈન સંબોધન
  • 'કોવિડ -19 મહામારી અને તે બાદની સ્થિતિમાં આતંકવાદના નાણાં ભંડોળ પર પગલાં' વિષયે ચર્ચા
  • આતંકવાદીઓની આર્થિક સંસાધનોની પહોંચ અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી

ન્યૂઝ ડેસ્ક : પાકિસ્તાનના તરફ પરોક્ષપણે આંગળી ચીંધતાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં (United Nations) કહ્યું કે તે છેલ્લા કેટલાક દાયકાથી ખાસ કરીને સીમા-આતંકવાદથી આતંકવાદનો ભોગ બની રહ્યો છે અને કેટલાક દેશો એવા છે જે આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને (support terrorist activities) આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપવા માટે 'સ્પષ્ટ દોષી' છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિ (Ambassador T S Tirumurti) એ દ્વિતીય આતંકવાદ વિરોધી સપ્તાહ (Anti Terrorism Week) દરમિયાન 'કોવિડ -19 પછીના પરિદ્રશ્યમાં આતંકવાદના ધીરાણનો સામનો કરવો' વિષય પર ઉચ્ચસ્તરીય (high level online program) ઓનલાઇન કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદના જોખમ સાથે સફળતાપૂર્વક વ્યવહાર કરવા માટે આતંકવાદીઓનો આર્થિક સંસાધનોમાં પ્રવેશ અટકાવવો જરૂરી છે. તિરુમૂર્તિએ શુક્રવારે કહ્યું કે ભારત છેલ્લા ઘણાં દાયકાઓથી આતંકવાદનો શિકાર છે. તે ખાસ કરીને સરહદ પારથી આતંકવાદનો શિકાર રહ્યો છે.

તિરુમૂર્તિએ કહ્યું કે "કેટલાક દેશોમાં આતંકવાદના ભંડોળને રોકવા માટે જરૂરી ક્ષમતાઓ અને કાયદાકીય-સંચાલન માળખાંનો અભાવ છે.તો કેટલાક એવા પણ છે જે આતંકવાદને સહાય કરવા સ્પષ્ટપણેે આતંકવાદીઓને સ્વૈચ્છિક રીતે આર્થિક સહાયતા અને આશ્રય પૂરા પાડવાના સ્પષ્ટ દોષી છે. આપણે અસમર્થ દેશોની ક્ષમતાઓ વધારવી જોઈએ. બીજીતરફ આંતરરાષ્ટ્રીય સમુદાયે સામૂહિકપણે દોષિતોના નામ લેવા જોઇએ અને તેમને જવાબદાર ઠરાવવા જોઇએ". સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિની આ ટિપ્પણીઓ સ્પષ્ટપણેે પાકિસ્તાન તરફ સૌનું ધ્યાન દોરતી હોય તેવું લાગે છે.

યુએનમાં આતંકવાદ વિરોધી સપ્તાહ દરમિયાન ઓનલાઈન કાર્યક્રમ

આ પણ વાંચોઃ US આર્મી ખસવાથી કશ્મીરમાં આતંકી ઘૂસપેઠ વધવાનું જોખમ વધ્યું: 15મી કોર્પ્સ જીઓસી

તિરુમૂર્તિએ આતંકવાદીઓ માટેે ધીરાણ આપવાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો.સાથે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ને મજબૂત બનાવવા અને યુએન-આતંકવાદ વિરોધી માળખાને વધુ ભંડોળ પૂરું પાડવા પર ભાર મૂક્યો હતો. ફ્રાન્સના કાયમી મિશન, ડ્રગ્સ અને ક્રાઈમ પર યુનાઇટેડ નેશન્સ ઓફિસ, કાઉન્ટર-ટેરરિઝમ પર યુનાઇટેડ નેશન્સ ઓફિસ અને સિક્યુરિટી કાઉન્સિલની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટોરેટના સહયોગથી ભારતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

તિરુમૂર્તિએ ચિંતા દર્શાવી કે કોવિડ19 મહામારીથી આતંકવાદીઓને ફંડિગના (CFT) પ્રયાસોનો નવો ખતરો પેદા થયો છે અને દેખાડાનો પરમાર્થ. નકલી બિનલાભકારી સંગઠનો (NPO) અને લોકો પાસેથી ફંડફાળો એકઠો કરવા જેવા પ્રયાસો આતંકવાદીને નાણાંભંડોળ પૂરો પાડવા માટેના મોટા સ્ત્રોત બની રહ્યાં છે. તેમણે કહ્યું કે આતંકવાદી સંગઠનોએ નાણાં એકત્ર કરવા માટે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. આ ક્ષેત્રમાં વિવિધ વ્યક્તિઓ, એનપીઓ અને આતંકવાદી સંગઠનો વચ્ચેની કડીઓની ઓળખને મહત્વ આપવામાં આવ્યું છે. અમે આતંકવાદી હેતુ માટે નવી ટેકનિકોના દુરૂપયોગના ભય સામે સતર્ક છીએ, પરંતુ તેમાંથી ઘણી ટેકનીકોનો જોખમની તુલનાએ લાભ વધુ છે અને આપણા સીએફટી (CFT) પ્રયાસોને વધુ મજબૂત બનાવવા તેમના ઉપયોગની આવશ્યક્તા છે.

આ પણ વાંચોઃ Prime Minister Narendra Modiએ અયોધ્યાની વિકાસ યોજનાની કરી સમીક્ષા

તિરુમૂર્તિએ ઓનલાઈન કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત વધુ ગહન વિશ્લેષણ કરવા, નાણાકીય જાસૂસીના માળખાંને મજબૂત કરવા અને આતંકવાદને ફંડિગવાળા કેસ કાયદાકીય સંસ્થાઓને ઝડપથી સોંપવા માટે એઆઈ, ચેટબોટ્સ એપ, વર્ચ્યુઅલ મદદગાર, લોકેશન એઆઈ સહિતની અન્ય બાબતો લાવીને પોતાના નાણાકીય જાસૂસી નેટવર્કને સક્ષમ બનાવવાની પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું કે ઓડિટથી બચવા માટે રોકડની લેણદેણ આજે પણ આતંકવાદને ફંડિંગના મુખ્ય સ્ત્રોતમાંની એક છે. બેંકો દ્વારા રોકડ લેણદેણને ઓછી કરવા માટેના સરકારના પગલાં બેંકોના માધ્યમથી રોકડ પ્રવાહને નિયંત્રિત કરવા માટે પ્રભાવક સાબિત થઈ રહ્યાં છે.

રાજદૂત ટી.એસ.તિરુમૂર્તિએ જણાવ્યું કે ભારત 2010થી એફએટીએફનું સભ્ય છે અને FATFની પદ્ધતિ પ્રમાણે આતંકવાદને ફંડિગ સાથે જોડાયેલા રાષ્ટ્રીય ખતરાને નિયમિત આકલન કરવામાં આવે છે જેથી આતંકવાદીઓ દ્વારા ઊભા થતાં ખતરાઓને ઓળખી શકાય.ભારતે 2019 અને 2020માં રાષ્ટ્રીય ખતરાનું આકલન કર્યું અને ધનશોધન તથા આતંકવાદીઓને ફંડિગના ખતરાના સંબંધમાં FATF કાર્યપ્રણાલી લાગુ કરવામાં મહત્ત્વની પ્રગતિ કરી છે. ભારત હવે FATFના આગામી આકલનની તૈયારીઓ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Anil Deshmukh: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઇડી સમક્ષ હાજર ન થયા, જાણો કેમ

ABOUT THE AUTHOR

...view details