ગુજરાત

gujarat

CRPF કેમ્પમાં ગોળીબાર: જવાને દિવાળીની રજાને લઈને વિવાદ થતા અંધાધૂંધ ફાયરિંગ કર્યું - 4ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

By

Published : Nov 8, 2021, 9:04 AM IST

Updated : Nov 8, 2021, 9:28 AM IST

તેલંગાણા-છત્તીસગઢ બોર્ડર પર આવેલા CRPF કેમ્પમાં દિવાળીની રજાઓને લઈને વિવાદ થતા એક જવાને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં 4 જવાનોના મોત નિપજ્યા છે. જ્યારે, 10થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

CRPF કેમ્પમાં ગોળીબાર
CRPF કેમ્પમાં ગોળીબાર

  • છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પરના CRPF કેમ્પની ઘટના
  • મોડીરાત્રે એક જવાને અંધાધૂંધ ગોળીબાર કરતા 4ના મોત
  • 10થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ, આરોપીની પૂછપરછ શરૂ

ન્યૂઝ ડેસ્ક: છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર આવેલા સૂકમા જિલ્લાના CRPF કેમ્પના જવાનોમાં દિવાળીની રજાઓને લઈને વિવાદ સર્જાયો હતો. જ્યારબાદ મોડીરાત્રે 3:30 વાગ્યાના સુમારે અચાનક કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો હતો. જેમાં 4 જવાનોના મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોના મોત નિપજ્યા છે.

  • મૃતકો

1. ધનજી - આરક્ષક

2. રાજીવ મંડલ - આરક્ષક

3. રાજમણી કુમાર યાદવ

4. ધર્મેન્દ્ર કુમાર

CRPF કેમ્પમાં ગોળીબાર
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનો

1. ધનંજય સિંહ

2. ધર્માત્મા કુમાર

3. મલૈયા રંજન મહારાણા

3ના ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન થયું મોત

છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના IG સુંદરરાજ પી. એ જણાવ્યું કે, સુકમા જિલ્લાના મરઈગુડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લિંગમપલ્લી ગામમાં સ્થિત CRPFની 50મી બટાલિયનના કેમ્પમાં રિતેશ નામના જવાને પોતાના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ઘટનામાં થયેલા 4 મોત પૈકી ધનજી, રાજીવ મંડલ અને રાજમણી કુમાર યાદવનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે, અન્ય એક જવાન ધર્મેન્દ્ર કુમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આરોપી ઝબ્બે, પૂછપરછમાં ખબર પડશે સાચું કારણ

IG સુંદરરાજ પી. ના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ થતા જ અન્ય જવાનો અને અધિકારીઓ દોડી આવ્યા હતા અને તેમણે ગોળીબાર કરનાર જવાનને પકડી લીધો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે તેલંગાણાના ભદ્રાચલમ જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. હાલમાં ગોળીબાર કરનાર જવાન રિતેશની પૂછપરછ ચાલી રહી છે. જ્યારબાદ જ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Last Updated : Nov 8, 2021, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details