ન્યુઝ ડેસ્ક:વર્ષ 2022નું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ25 ઓક્ટોબર 2022 મંગળવારના (Sutak Kaal Effects on Surya Grahan) રોજ થવાનું છે. આ દિવસે ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા એટલે કે 24 ઓક્ટોબરે દિવાળી આવશે. ગોવર્ધન પૂજા અને દીપાવલી બંને તહેવારો દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેથી, સૂર્યગ્રહણની તારીખને લઈને લોકોના મનમાં એક પ્રશ્ન છે કે, શું આ વખતે દિવાળી અને ગોવર્ધન પૂજા પર્વ ગ્રહણની છાયામાં રહેશે? ભારતમાં સૂર્યગ્રહણ અને સુતક કાળની અસર વિશે જાણો.
દિવાળી પર ગ્રહણ છે? પંચાંગ અનુસાર આ વર્ષે 2022માં કુલ ચાર ગ્રહણ થશે. તેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. પ્રથમ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થયું છે. આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે થવાનું છે. આ વખતે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે જ થશે. પંચાંગ અનુસાર, દિવાળી દર વર્ષે કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે.
ક્યારે છે સૂર્યગ્રહણ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022ના રોજ (last Solar eclipse in diwali 2022) થવાનું છે. આ સૂર્યગ્રહણ આંશિક રહેશે. કેલેન્ડર મુજબ, વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર 25 ઓક્ટોબરે સાંજે 4:29 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:24 વાગ્યે સમાપ્ત થશે.