ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોઈ પણ પોસ્ટ શેર કરતા પહેલા તેની હકીકત ચોક્કસ તપાસો

સોશિયલ મીડિયા પર કોઈપણ વિડિયો શેર કરતા પહેલા વિચારવું (Think before sharing a post on social media) જોઈએ. એક ભૂલ સીધા જેલમાં લઈ જઈ શકે છે. અજાણતાં પણ સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતા વિડિયો શેર કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે, આ કાયદાઓ પણ ગુના (Violation of law) ની શ્રેણીમાં આવે છે. ક્યારેય આવો વિડિયો જોવા મળે, તો કોઈ પણ વિચાર કર્યા વિના તેને તરત જ કાઢી નાખવો જોઈએ.

કોઈ પણ પોસ્ટ શેર કરતા પહેલા તેની હકીકત ચોક્કસ તપાસો
કોઈ પણ પોસ્ટ શેર કરતા પહેલા તેની હકીકત ચોક્કસ તપાસો

By

Published : Nov 2, 2022, 8:28 AM IST

ન્યૂઝ ડેસ્ક: સોશિયલ મીડિયા પર કોઈપણ વિડિયો શેર કરતા પહેલા તમારે વિચારવું (Think before sharing a post on social media) જોઈએ. કારણ કે, એક ભૂલ સીધા જેલમાં લઈ જઈ શકે છે. સોશિયલ મીડિયામાં જ્યારે સંખ્યાબંધ ઘટનાઓ અને સમાચારો પોસ્ટ કરતા હોઈએ છીએ આ પ્રકારના સમાચાર અંગેના કાયદા (Violation of law) અને તેના પ્રકારો જાણવા ખૂબ જ અગત્યાના છે. કોઈપણ સમાચાર શેર કરતા પહેલા ક્રોસ વેરિફાય કરવું, નહિંતર ભારી પડી શકે છે.

સાયબર ક્રાઈમ:જ્યારથી મોબાઈલ આવ્યો છે, ટેક્નોલોજી આગળ વધી ગઈ છે. ઘરે બેઠા મોબાઈલની મદદથી લગભગ તમામ કામ કરી શકો છો. વિદેશમાં બેઠેલા વ્યક્તિને વિડિયો કોલ કરવાથી માંડીને ઘરેથી બેંકનું કામ કરવા સુધીના ઘણા કામ મિનિટોમાં થઈ જાય છે. એ જ રીતે લોકો મોબાઈલ ફોન દ્વારા પણ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. વિચારોથી લઈને ફોટો અને વીડિયો સુધી લોકો અહીં શેર કરે છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર છો, તો પણ કેટલીક જવાબદારીઓ છે કારણ કે, અહીં એક નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે. આજીવન જેલ પણ થઈ શકે છે.

કાયદાનું ઉલ્લંઘન: પોસ્ટ કરતી વખતે પ્રથમ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે, શું શેર કરી રહ્યાં છો ? શું તમારી પોસ્ટ સાચી છે ? શું તમારી પોસ્ટ કોઈની લાગણી કે, કોઈપણ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડશે ? તમારે ધ્યાનમાં રાખવું પડશે કે, કોઈ પણ ફોરવર્ડ કરેલા મેસેજ અથવા પોસ્ટને શેર કરશો નહીં અને જો તમે આમ કરી રહ્યા છો, તો તમે મૂશ્કેલીમાં મૂકાય શકો છો. માટે શેર કરતા પહેલા જે પોસ્ટ કરી રહ્યા છો તેની હકીકત ચોક્કસ તપાસો. સ્ત્રોત શું છે ? માહિતી શું છે ? કોના માટે શેર કરી રહ્યાં છો ? આ જેવી વસ્તુઓ તપાસવાની ખાતરી કરો. જો આવી પોસ્ટ કરી રહ્યા છો, જે સાયબર કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો તમે IT નિયમો હેઠળ મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

સજાની જોગવાઈ:કોઈની ઓળખનો ઉપયોગ કરીને કોઈનું એકાઉન્ટ હેક કરવું,ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી, બનાવવી, સ્ટોર કરવી અથવા બીજા કોઈને મોકલવી એ સજાપાત્ર ગુનો છે. તમે તમારા ડેટાના ઉપયોગ માટે કલમ 43 હેઠળ નુકસાની માંગી શકો છો. ભારતીય કાયદા આઈટી નિયમો હેઠળ સાયબર ક્રાઈમમાં સજા અને દંડ બંનેની જોગવાઈ છે. જ્યાં એક તરફ 1 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે તો બીજી તરફ 3 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details