બર્મિંગહામ: ભારતીય સ્ટાર લક્ષ્ય સેન(Indian star Lakshya Sen) રવિવારે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં(Final of the All England Badminton Championships) વિશ્વના નંબર વન(World number one badminton player) અને ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા વિક્ટર એક્સેલસન(Tokyo Olympic gold medalist Victor Axelson) સામે સીધી ગેમમાં હાર્યા બાદ રનર-અપ રહ્યો હતો. આ તકે વડપ્રધાન મોદી તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ લક્ષ્ય સેનને પ્રયાસોને લઈને શુભેચ્છાઓ આપી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'મને તારા પર ગર્વ છે તમે અદ્ભુત દૃઢતા અને મક્કમતા દર્શાવી છે. તમે જુસ્સાદાર લડત આપી. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે તમે સફળતાની નવી ઊંચાઈઓ સર કરવાનું ચાલુ રાખશો."
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, "તમે કોઈથી પાછળ નથી,. તમે અબજો દિલ જીતી લીધા છે. અદ્ભુત પ્રદર્શન માટે અભિનંદન. તમે ભારત ગર્વ અપાવ્યું છે! તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ."
પ્રકાશ અને પુલેલા ગોપીચંદને હાર મળી : ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતવા માટે પ્રકાશ પાદુકોણ (1980) અને પુલેલા ગોપીચંદ (2001) પછી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતવા ત્રીજા ભારતીય બનવાનો પ્રયાસ કરી રહેલા લક્ષ્યને ખિતાબી મુકાબલામાં ડેનમાર્કના એક્સેલસન સામે 10-21, 15-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ 53 મિનિટ સુધી ચાલી હતી.
આ પણ વાંચો:મહિલા સિંગલ બેડમિન્ટન ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતવા પર પીવી સિંધુના પિતાએ આપી પ્રતિક્રિયા
બંને ખેલાડીઓ વચ્ચે 61 શોટની રેલી :એક્સેલસેને કહ્યું કે, તે મોટી મેચોનો મજબૂત ખેલાડી છે. તેણે પ્રથમ ગેમમાં જ 5-0ની લીડ લઈને લક્ષ્યને દબાણમાં લાવી દીધા હતા. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે 61 શોટની રેલી જોવા મળી હતી, જેમાં ડેનિશ ખેલાડીએ હરાવીને 9-2નો સ્કોર કર્યો હતો. આ પછી બ્રેક સુધી તે 11-2થી આગળ હતો. લક્ષ્યે બે વખત સારા શોટ્સ વગાવ્યા, પરંતુ પ્રથમ ગેમમાં સંપૂર્ણપણે એક્સેલસનનું વર્ચસ્વ હતું, જે તેણે 22 મિનિટમાં સરળતાથી જીતી લીધું હતું.
આ પણ વાંચો:ગુજરાતની આ દિકરી માત્ર 16 વર્ષની વયે ભારતીય સિનિયર બેડમિન્ટન ટીમમાં થઈ શામેલ
લક્ષ્યે સારા પોઈન્ટ બનાવ્યા :એક્સેલસેને બીજી ગેમમાં પણ 4-2ની લીડ બનાવી હતી, પરંતુ લક્ષ્ય ટૂંક સમયમાં સ્કોર 4-4ની બરાબરી પર આવી ગયો હતો. એક્સેલસને સતત ચાર પોઈન્ટ મેળવીને 8-4ની સરસાઈ મેળવી હતી અને બ્રેક સમયે તે 11-5થી આગળ હતો. લક્ષ્યે બ્રેક પછી સતત ત્રણ પોઈન્ટ બનાવ્યા, પરંતુ એક્સેલસેને તેને પરત ફરવાની તક આપી ન હતી. ટૂંક સમયમાં સ્કોર ઘટાડી 17-10 કરી દીધો હતો. આ પછી બંને વચ્ચે 70 શોટની રેલી જોવા મળી હતી. જેમાં લક્ષ્યે સારા પોઈન્ટ બનાવ્યા હતા. એક્સેલસેને સ્મેશ સાથે સાત મેચ પોઈન્ટ બનાવ્યા, જેમાંથી લક્ષ્ય માત્ર બેનો બચાવ કરી શક્યો. આ પહેલા જાપાનની અકિની યામાગુચીએ કોરિયાની એન સિઓંગને 21-15, 21-15થી હરાવીને મહિલા સિંગલ્સનો એવોર્ડ જીત્યો હતો.