- સત્યાગ્રહથી જ ગાંધીજીને 'મહાત્મા'નું બિરૂદ મળ્યું હતું
- મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજકુમાર શુક્લની વાતોને સાંભળી ચંપારણ આવવાનો વાયદો કર્યો
- કરમચંદ ગાંધીએ 2900 ગામોના 13 હજાર ખેડૂતોના નિવેદન લીધા
મોતિહારી: તે અંગ્રેજોનું જુલમ સહન કરવાનો દાયકો હતો, જ્યારે બિહારના ખેડૂતો ગોરા જમીનદારોના અત્યાચારથી તડપી રહ્યા હતા. અંગ્રેજ જમીનદારો તીનકઠીયા, આસામીવાર જેવા ગેરકાયદેસર કરવેરા ખેડૂતો પર લાદી રહ્યા હતા. તેના વિરોધમાં અવાજ ઉઠાવનારા એક ખેડૂત 1916માં કોંગ્રેસના લખનઉ અધિવેશનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાંધીજીને ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરવા માટે ચંપારણ આવવાનો આગ્રહ કર્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજકુમાર શુક્લની વાતોને સાંભળી અને ચંપારણ આવવાનો વાયદો કર્યો હતો.
આ પણ વાંચો : ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આત્મકથાનું કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન
15 એપ્રિલ 1917ના રોજ મોતિહારીની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો
ગાંધીજીએ રાજુકમાર શુક્લ સાથે 15 એપ્રિલ 1917ના રોજ મોતિહારીની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો હતો. જેના બીજા જ દિવસે તેમણે જસૌલી પટ્ટી જવાનો નિર્ણય લીધો હતો. તેઓ હાથી પર સવાર થઈને જસૌલી પટ્ટી માટે નિકળ્યા જ હતા, એવામાં મોતિહારીથી માત્ર 10 કિલોમીટર દૂર ચંદ્રહિયા પાસે એક અંગ્રેજ દરોગાએ તેમને અટકાવ્યા હતા અને ગાંધીજીને તત્કાલિન અંગ્રેજ કલેક્ટર ડબલ્યૂ. બી. હેકોકની નોટિસ થમાવી દીધી હતી. જેમાં ગાંધીજીને ત્વરરિત શહેર છોડવાનું જણાવવામાં આવ્યું હતું.
ખેડૂતોના વિશાળ ટોળાએ SDO કોર્ટને ઘેરી લીધી