- જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બરફવર્ષા
- અમરનાથ ગુફાની આસપાસ પણ બરફવર્ષા
- ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબના કપાટ બંધ કરવામાં આવ્યા
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા (Heavy snowfall in Jammu and Kashmir) થઈ છે. કુપવાડા જિલ્લાના કરનાહ, જેડ ગલી, ઝોજિલા પાસ (Zoji La) અને માછિલમાં બરફવર્ષાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ અમરનાથ ગુફા (Amarnath Cave)ની આસપાસ પણ ભારે બરફવર્ષાની તસવીરો સામે આવી રહી છે. આ પહેલા બરફવર્ષાના કારણે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગઢવાલ હિમાલયી ક્ષેત્રમાં આવેલા જાણીતા ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબના કપાટ શિયાળા માટે રવિવારના બંધ કરી દેવામાં આવ્યા છે.
ભારે ઠંડી હોવા છતાં 1800 શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી
શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા ટ્રસ્ટ તરફથી મળતી માહિતી પ્રમાણે, સવારે 10 વાગ્યે સુખમણી સાહિબનું પઠન થયું, ત્યારબાદ કીર્તન અને અરદાસ બાદ જયકારાના અવાજો સાથે પંજ પ્યારોની આગેવાની તથા સૈનિકોની દેખરેખમાં ગુરુ ગ્રંથ સાહિબને બેંડ બાજાની સાથે સુખાસન સ્થાન પર લઈ જવામાં આવ્યા. કપાટ બંધ થવા સમયે ભારે ઠંડી છતાં ગુરુદ્વારામાં 1800 શ્રદ્ધાળુઓ હાજર હતા.
બરફવર્ષાના કારણે વાતાવરણ ખુશનુમા