ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરલા થી દુબઈ જતી ભારત એક્સપ્રેસ ફ્લાઇટમાં સાપ મળ્યો - Air India Express

ફ્લાઈટમાં ખલેલ પહોંચવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ક્યાંક એન્જીનમાંથી સ્પાર્ક નીકળે છે, ક્યાંક ટાયર પંકચર થાય છે તો ક્યાંક સાપ નીકળે (snake entered an Air India flight) છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના મુસાફરોમાં ત્યારે ગભરાટ ફેલાઈ ગયો, જ્યારે તેમના સામાનની વચ્ચેથી સાપ નીકળ્યો. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો snake (found in air india express flight) હતો. DGCA આ ઘટનાની તપાસ કરી રહી છે.

કેરલા થી દુબઈ જતી ભારત એક્સપ્રેસ ફ્લાઇટમાં સાપ મળ્યો
કેરલા થી દુબઈ જતી ભારત એક્સપ્રેસ ફ્લાઇટમાં સાપ મળ્યો

By

Published : Dec 11, 2022, 1:48 PM IST

નવી દિલ્હી:કાલિકટથી દુબઈ જતી સસ્તી હવાઈ સેવા આપતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સાપ નીકળવાનો મામલો સામે આવ્યો છે. એરલાઈન્સની બોઈંગ B-737 ફ્લાઈટ સમયસર દુબઈ પહોંચી ગઈ હતી. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ આ પ્લેનના કાર્ગોમાં એક સાપ જોવા મળ્યો (snake found in air india express flight) હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

પ્લેનના કાર્ગોમાંથી સાપ મળ્યો: DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AXW ફ્લાઈટ IX-343નું સંચાલન કરી રહ્યું હતું. દુબઈ પહોંચતા જ વિમાનના કાર્ગોમાં એક સાપ જોવા મળ્યો હતો. મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા અને આગલી ફ્લાઇટ પહેલા વિમાનને સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, યાત્રીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને એરપોર્ટ ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી. વિમાનને સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવ્યું છે.

DGCએ તપાસ હાત ધરી: DGCAએ કહ્યું છે કે અધિકારીઓ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં (Snake incident in Air India Express Flight) સવાર સાપની ઘટનાની તપાસ કરી રહ્યા છે. DGCAએ આ ઘટનાની ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન થયું નથી. એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) એરએશિયા ઈન્ડિયા સાથે મર્જ થઈ રહી છે. એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપ તેના તમામ એરલાઈન્સ બિઝનેસને એકસાથે લાવવા માંગે છે. એર ઈન્ડિયા વિસ્તારા સાથે મર્જ થઈ રહી છે. તે જ સમયે, એર એશિયા ઈન્ડિયાને એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ હાલમાં 34 સ્થળોની હવાઈ મુસાફરી ઓફર કરે છે.

ABOUT THE AUTHOR

...view details