ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે આ પ્રધાન સંભાળશે લઘુમતી કલ્યાણ મંત્રાલય તો સિંધિયાને નવી જવાબદારી - જ્યોતિરાદિત્ય સિંધિયા સ્ટીલ મંત્રાલય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય કેબિનેટમાંથી (Ministry of Minority Affairs) મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. તેમજ સ્મૃતિ ઈરાનીને નકવીના સ્થાને લઘુમતી કલ્યાણ મંત્રાલયનો (Smriti Irani Minority Affairs Minister) વધારાનો હવાલો અને આરસીપી સિંહના સ્થાને જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો હવાલો (scindia gets ministry of steel) સોંપવામાં આવ્યો છે.

હવે આ પ્રધાન સંભાળશે લઘુમતી કલ્યાણ મંત્રાલય તો સિંધિયાને નવી જવાબદારી
હવે આ પ્રધાન સંભાળશે લઘુમતી કલ્યાણ મંત્રાલય તો સિંધિયાને નવી જવાબદારી

By

Published : Jul 7, 2022, 7:30 AM IST

નવી દિલ્હી:રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કેન્દ્રીય પ્રધાન (Ministry of Minority Affairs) મુખ્તાર અબ્બાસ નકવી અને RCP સિંહ (રામ ચંદ્ર પ્રસાદ સિંહ)ના રાજીનામાને તાત્કાલિક અસરથી સ્વીકારી લીધા છે. બુધવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઝુબિન ઈરાનીને લઘુમતી કલ્યાણ મંત્રાલયનો હવાલો (Smriti Irani Minority Affairs Minister) સોંપવામાં આવે. કેબિનેટ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો હવાલો (scindia gets ministry of steel) આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:પીટી ઉષા, ઇલૈયારાજા સહિત ચાર હસ્તીઓ રાજ્યસભા માટે નોમિનેટ,મોદીએ ટ્વિટ કરીને વધાવ્યા

મોદીએ બંને નેતાઓની કરી પ્રશંસા:અગાઉ, કેન્દ્રીય પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહે બુધવારે રાજ્યસભાની મુદત પૂરી થવાના એક દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશ અને લોકોની સેવા કરવા બદલ બંને નેતાઓની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો:દસ મહિનાની માસૂમની રેલવેમાં નોકરી માટે નોંધણી કરાવી, જાણો આ બેબીને ક્યારે મળશે નોકરી

બંને નેતાઓ માટે કેબિનેટની છેલ્લી બેઠક: વડા પ્રધાનની પ્રશંસા એ સંકેત તરીકે જોવામાં આવી હતી કે, બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બંને નેતાઓ માટે છેલ્લી હતી. રાજ્યસભાના સભ્ય તરીકે બંને નેતાઓનો કાર્યકાળ 7 જુલાઈ એટલે કે, ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપ દ્વારા નકવીને નામાંકિત કરવામાં આવ્યા ન હતા. આરસીપી સિંહ જનતા દળ યુનાઈટેડના ક્વોટામાંથી કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા. તેમને પણ જેડીયુ દ્વારા આગામી કાર્યકાળ આપવામાં આવ્યો નથી. સિંઘે સ્ટીલ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details