ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબીબાગમાં ટ્રકમાં સુતા વ્યક્તિ પર રેલવે ઓવરબ્રિજનો સ્લેબ પડતાં મોત - સ્થાનિક પોલીસની સાથે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે

નવી દિલ્હીના પંજાબી બાગ વિસ્તારના અશોક પાર્કમાં રેલવેના ઓવરબ્રિજનો એક ભાગ તૂટી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક બ્રિજની નીચે ઉભેલા એક ટ્રકમાં સુતો હતો. તે દરમિયાન જ આ ઘટના બની હતી. આ ઘટનામાં અન્ય 4 ટ્રકને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું.

પંજાબીબાગમાં ટ્રકમાં સુતા વ્યક્તિ પર રેલવે ઓવરબ્રિજનો સ્લેબ પડતાં મોત
પંજાબીબાગમાં ટ્રકમાં સુતા વ્યક્તિ પર રેલવે ઓવરબ્રિજનો સ્લેબ પડતાં મોત

By

Published : Apr 6, 2021, 2:59 PM IST

  • પંજાબી બાગ વિસ્તારના અશોક પાર્કમાં રેલવે ઓવરબ્રિજનો સ્લેબ તૂટ્યો
  • સ્લેબ તૂટીને એક ટ્રક પર પડતા ટ્રકમાં સુતા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત
  • રેલવેના અંડર કન્સ્ટ્રક્શન પુલનો એક ભાગ અચાનક થયો ધરાશાયી

નવી દિલ્હીઃ નવી દિલ્હીના પંજાબી બાગ વિસ્તારના અશોક પાર્કમાં રેલવના ઓવરબ્રિજનો એક ભાગ તૂટી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક બ્રિજની નીચે ઉભેલા એક ટ્રકમાં સુતો હતો. તે દરમિયાન જ આ ઘટના બની હતી. આ ઘટનામાં અન્ય 4 ટ્રકને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું. રેલવેના અંડર કન્ટ્ર્ક્શન પુલનો એક ભાગ પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.
આ પણ વાંચોઃહુગલીમાં મતદાન પહેલા ભાજપના સમર્થકની માતાનું મોત થતા TMC પર આક્ષેપ

બ્રિજનો એક સ્લેબ પડતા ટ્રકમાં સુતો વ્યક્તિ દટાયો

આ ઘટનામાં રામ બહાદુર નામના વ્યક્તિનું મોત થયું છે. જોકે, તે ટ્રકમાં સુતો હતો. તે દરમિયાન લોખંડ અને સિમેન્ટથી બનેલો એક ભાગ ટ્રક પર પડ્યો હતો. આ સ્લેબ એટલો મોટો હતો કે તેની નીચે અન્ય 4 ટ્રક પણ કચડાઈ ગઈ હતી. આ ટ્રકોમાં કોઈ ન હોવાથી જાનહાની થઈ નહતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના પરિવારનું કહેવું છે કે, તેઓ પિતાને શોધવા રાત્રે જ આવ્યા હતા, પરંતુ તેમને એવું કહીને પાછા મોકલી દેવાયા હતા કે તેમનો પુત્ર ડ્યૂટી પર આવ્યો જ નથી. સવારે જ્યારે આ ઘટનાની જાણ થઈ તો સ્થાનિક પોલીસની સાથે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્લેબ નીચેથી મૃતકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. જોકે મૃતક પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
આ પણ વાંચોઃવિજાપુરના લાડોલ ગામે કૂવાનો સ્લેબ તૂટતાં 3 કિશોર કૂવામાં ગરકાવ, એકનું મોત


અન્ય 4 ટ્રક પરના સ્લેબને ક્રેનથી હટાવાયો

પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, 2014થી આ પુલનું કામ બંધ હતું. ઘટનાની જાણકારી પછી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને બહાર કાઢવામાં ખૂબ જ મહેનત કરવી પડી હતી. આ સાથે જ 4 ક્રેનની મદદથી અન્ય ચાર ટ્રક પરથી પણ સ્લેબને હટાવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details