- ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ
- ગૃહપ્રધાન અમિત શાહ આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે
- ભારે વરસાદના કારણે 45 લોકોના મોત
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. અહીં અત્યાર સુધીમાં 45 લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે ઉત્તરાખંડની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. દહેરાદૂનમાં તેઓ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે.
ઉત્તરાખંડ ભારે વરસાદને કારણે જાનહાનિ