નવી દિલ્હી: CBSE શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સામાન્ય શિક્ષણ ઉપરાંત કૌશલ્ય સંબંધિત અભ્યાસક્રમો (Skills related courses in cbse) પણ ઓફર કરવામાં આવશે. CBSEનું કહેવું છે કે, તેમની શાળાઓ માટે ઓછામાં ઓછા 50 ટકા વિદ્યાર્થીઓ માટે આવા કૌશલ્ય અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. દેશભરની CBSE શાળાઓ માટે આ એક નવી શરૂઆત છે. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે જ્યારે 50 ટકા વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં સ્કિલ ટ્રેનિંગ શરૂ (skill training in cbse schools) કરવામાં આવી રહી છે. કૌશલ્ય શિક્ષણ પર CBSEના અધ્યક્ષ (chairman of cbse 2021) મનોજ આહુજાએ જણાવ્યું હતું કે, આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (national education policy india) મુજબ, શાળાના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 50 ટકા કૌશલ્ય શિક્ષણનો અનુભવ હોવો જોઈએ.
CBSE અને સ્કિલ કાઉન્સિલ વચ્ચે કરાર
નવી શિક્ષણ નીતિ (new education policy india)ની આ જોગવાઈને અમલમાં મૂકવા અને શાળાના વિદ્યાર્થીઓમાં રોજગારી કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે CBSE અને સ્કિલ કાઉન્સિલ વચ્ચે કરાર (agreement between cbse and skill council 2021) થયા છે. CBSEએ યોગ અને બ્યૂટી એન્ડ વેલનેસ સેક્ટર (Yoga and the Beauty and Wellness Sector India) સ્કિલ કાઉન્સિલની સાથે 9માંથી 12માં ધોરણ માટે બ્યુટી એન્ડ વેલનેસના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને કુશળ બનાવવા જોબ રોલ્સ માટે MOU પણ સાઇન કર્યા છે.
યોગ એ સર્વગ્રાહી વિકાસનું અભિન્ન અંગ
CBSEના અધ્યક્ષ મનોજ આહુજાએ જણાવ્યું હતું કે, "આ સહયોગમાં આગળ જતા શાળાની ઇકોસિસ્ટમમાં કૌશલ્ય શિક્ષકોની તાલીમ (training of skill teachers staff)નો પણ સમાવેશ થશે. બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર સ્કિલ કાઉન્સિલના સમર્થનથી અમે સુનિશ્ચિત કરીશું કે CBSE શાળાઓમાં પ્રશિક્ષિત શિક્ષકો ઉપલબ્ધ છે. CBSE અધ્યક્ષે કહ્યું કે, મને ખૂબ જ ગર્વ છે કે CBSEએ પણ 11માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે યોગ જેવા વિષયને સ્કિલ તરીકે લૉન્ચ કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ માટે શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય (social emotional and mental health in education) સહિત સર્વગ્રાહી શિક્ષણની વાત કરે છે. યોગ એ સર્વગ્રાહી વિકાસનું અભિન્ન અંગ છે. શાળાના વિદ્યાર્થીઓ માટે યોગને કૌશલ્ય વિષય તરીકે સંસ્થાકીય બનાવવાનો આ પ્રયાસ તેમને ન માત્ર રોજગારી યોગ્ય બનાવશે, પરંતુ તેમના સર્વાંગી વિકાસમાં પણ મદદ કરશે."