નવી દિલ્હી: કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા ગુરુવારે દેશભરમાં 700થી વધુ સ્થળોએ રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળા (national apprenticeship fair)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એપ્રેન્ટીસશીપ મેળાનો ધ્યેય આઈટીઆઈ અને અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એપ્રેન્ટીસશીપની તકો પૂરી પાડવાનો છે.
10 લાખ યુવાનોને ઉદ્યોગો સાથે જોડવાનું લક્ષ્ય, કૌશલ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ મેળો એપ્રેન્ટિસશિપ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન (Union Education Minister Dharmendra Pradhan) દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પાવર, રિટેલ, ટેલિકોમ, IT/ITES, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ અને અન્ય સહિત 30થી વધુ ઉદ્યોગોની 4000થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યપ્રધાન અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેખર પણ હાજર હતા.
આ પણ વાંચોઃjamia protest for jahangirpuri: જામિયાના વિદ્યાર્થીઓએ જહાંગીરપુરીમાં કોર્પોરેશનની કાર્યવાહીનો વિરોધ કર્યો
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, આ મેગા ઈવેન્ટ દ્વારા આગામી એક વર્ષમાં 20 હજારથી વધુ યુવાનો અને 10 લાખથી વધુ તાલીમાર્થીઓને આવરી લેવાનો લક્ષ્યાંક છે. એપ્રેન્ટિસશીપ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવા અને આપણા યુવાનોને 21મી સદીમાં સંબંધિત તકો સાથે જોડવા માટે ડિજિટલ ડેશબોર્ડની સ્થાપના કરવામાં આવશે. અમારો પ્રયાસ રહેશે કે, 10 લાખથી વધુ તાલીમાર્થીઓ કોર્પોરેટ સાથે એપ્રેન્ટિસ તરીકે જોડાય અને તેઓ શીખે અને ઉદ્યોગમાં પ્રવેશ મેળવે તેમ આ તકનો લાભ લે.
આ પણ વાંચોઃAzan vs Hanuman Chalisa controversy: રાજ ઠાકરેની અપીલ બાદ હનુમાન ચાલીસાના વેચાણમાં અચાનક વધારો થયો