શાહજહાંપુર(UP):આજ સુધી તમે ચોરીની ઘણી ઘટનાઓ સાંભળી (Lemon theft in uttarpradesh) અને જોઈ હશે. પરંતુ આજે અમે તમને ચોરીની એક એવી ઘટના વિશે જણાવીશું, જેને સાંભળીને તમે ચોંકી જશો. જી હા, આ ચોરી યુપીના શાહજહાંપુરમાં (Lemon theft in Bajaria vegetable market) થઈ છે. અહીં એક વેપારીના વેરહાઉસમાંથી લીંબુ ચોરવામાં આવ્યા છે, પૈસા કે ઘરેણાં નહીં. એટલું જ નહીં, ચોરોએ લીંબુની સાથે લસણ, ડુંગળીની પણ (lemon stolen from a warehouse) ચોરી કરી હતી. ચોરીની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
Lemon theft in uttarpradesh: શાહજહાંપુરમાં વિચિત્ર ચોરી, ગોડાઉનમાંથી ચોરાયાં 60 કિલો લીંબુ - બાજરીયા શાક માર્કેટમાં લીંબુની ચોરી
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં શાકભાજીના (Lemon theft in uttarpradesh) વેપારીના ગોડાઉનમાંથી 60 કિલો લીંબુની ચોરી થઈ હતી, એટલું જ નહીં, પરંતુ આ દરમિયાન ચોરોએ લીંબુ સહિત અન્ય શાકભાજીમાં પણ હાથ સાફ (Lemon theft incident in Shahjahanpur) કર્યા હતા. ચોરીની આ ઘટના વિસ્તારમાં (lemon stolen from a warehouse) ચર્ચાનો વિષય બની છે.
ચોરાયેલા લીંબુની કિંમત 20 હજાર રૂપિયા:આ ઘટના શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારના બાજરિયા શાક માર્કેટની છે. અહીં રહેતા મનોજ કશ્યપની શાકમાર્કેટમાં દુકાન છે. તે માત્ર લીંબુ, લીલું મરચું, ડુંગળી અને લસણ વેચે છે. વેપારીનું કહેવું છે, કે મોડી રાત્રે ચોરોએ તેના વેરહાઉસમાં દરોડો પાડીને 60 કિલો લીંબુ, 40 કિલો ડુંગળી અને 38 કિલો લસણની ચોરી કરી હતી. વેપારીના જણાવ્યા અનુસાર, ચોરાયેલા લીંબુની કિંમત આશરે 20 હજાર રૂપિયા છે.
આ પણ વાંચો:Ola and Uber Price hike: દિલ્હી-NCRમાં ઓલા-ઉબેરની યાત્રા થઈ મોંઘી, બંનેના ભાડામાં વધારો
વેપારીઓમાં ભારે નારાજગી: ચોરીની આ ઘટનાથી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં વેપારીએ પોલીસમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી, જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ લીંબુ પાણી અને શિકંજીની માંગ પણ વધી જાય છે. જ્યારે આ દિવસોમાં લીંબુનો ભાવ 300 રૂપિયા સુધી (lemon price hike) પહોંચી ગયો છે અને શાહજહાંપુરમાં આ લીંબુ 280 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.