- પાછલા તબક્કાઓમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
- આ તબક્કાની બેઠકો પર માતુઆ સમુદાયનો સારો પ્રભાવ જોવી મળશે
- વિધાનસભાની 43 બેઠકો માટે 3૦6 ઉમેદવારોના રાજકીય ભાવિ નક્કિ થશે
કોલકાતા: કોરોનાની બીજી લહેર તીવ્ર બની રહી છે તેમ, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે ગુરુવારે 43 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં 1 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. છઠ્ઠા તબક્કામાં ભાજપના મુકુલ રોય, TMC પ્રધાન જ્યોતિપ્રિયો મલિક અને ચંદ્રિમા ભટ્ટાચાર્ય જેવા અગ્રણી નેતાઓનું ભાગ્ય નક્કી થશે.
આ પણ વાંચો:પ્રચારના પ્રતિબંધો પૂરા થતાંની સાથે જ મમતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા
વિધાનસભાની 43 બેઠકો પર ચૂંટણી
આ તબક્કાની બેઠકો પર માટુઆ સમુદાયનો સારો પ્રભાવ હોવાથી ભાજપ અને TMCએ તેમને આકર્ષવા માટે સંપૂર્ણ ભાર મૂક્યો છે. અત્યાર સુધીમાં, રાજ્યની 180 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. પરંતુ, 114 બેઠકો માટે મતદાન બાકી છે. છઠ્ઠા તબક્કાની મતદાનમાં, 1 કરોડથી વધુ મતદારો આજે ગુરૂવારે વિધાનસભાની 43 બેઠકો માટે 306 ઉમેદવારોના રાજકીય ભાવિ નક્કિ કરશે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની તમામ જાહેરસભાઓ સ્થગિત કરી
મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
કોરોના વાઇરસની બીજી લહેર વચ્ચે, ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉના તબક્કાઓમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાનના 4થા તબક્કાની ચૂંટણીમાં 10 એપ્રિલના રોજ કૂચ બિહારમાં થયેલી હિંસામાં 5 લોકોનાં મોત થયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, પંચે છઠ્ઠા તબક્કામાં કેન્દ્રીય સુરક્ષા દળોની ઓછામાં ઓછી 1,071 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જેથી મુક્ત અને નિષ્પક્ષ રીતે ચૂંટણીનું મતદાન કરી શકાય. વધુમાં તેમણે કહ્યું હતું કે, મતદાન પ્રક્રિયા દરમિયાન કોરોનાને લગતી માર્ગદર્શિકાનું પણ સખત પાલન કરવામાં આવશે.
આ પણ વાંચો:અમિત શાહના મમતા દીદી પર આકરા પ્રહારો, કૂચબિહારની ઘટનામાં રાજકારણ દૂ:ખદ
મુખ્ય હરિફાઇ શાસક પક્ષ TMC અને ભાજપ વચ્ચે
આ તબક્કામાં ઉત્તર 24 પરગણા જિલ્લાની 17 બેઠકો ઉપરાંત નાદિયા અને ઉત્તર દિનાજપુરની 9 બેઠકો અને પૂર્વ બર્ધમાનની 8 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય, તૃણમૂલ પ્રધાનો જ્યોતિપ્રિયા મલ્લિક અને ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને CPI(M) ના નેતા તન્મય ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે. આ સિવાય તૃણમૂલના ઉમેદવાર તરીકે ફિલ્મ નિર્દેશક રાજ ચક્રવર્તી અને અભિનેત્રી કૌસાની મુખર્જી પણ મેદાને છે. માનવામાં આવી રહ્યું છે કે, આ તબક્કાની મુખ્ય હરિફાઇ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થશે.