હોશિયારપુર (પંજાબ): રિતિક રોશન નામનો 6 વર્ષનો છોકરો રવિવારે પંજાબના ગઢડીવાલા પાસેના બહેરામપુર ગામમાં 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો (Boy falls into borewell in punjab) હતો અને છોકરાને જેને બહાર કાઢવામાં આવ્યો હતો, હાલ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. રિતિકના સ્વાસ્થ્ય અપડેટ અંગે હજુ સત્તાવાર જાણકારી બાકી છે. NDRF અને સેનાના સંયુક્ત ઓપરેશનથી રિતિકને 7-8 કલાક બાદ બહાર કાઢવામા આવ્યો હતો. જે કે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયુ છે.
આ પણ વાંચો:કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે: હિન્દુ સંગઠનનો દાવો
છોકરો મેદાનમાં રમી રહ્યો હતો અને બોરવેલની શાફ્ટ પર ચઢ્યો ત્યારે કેટલાક રખડતા કૂતરાઓ તેનો પીછો કરવા લાગ્યા. બોરવેલની શાફ્ટ શણની થેલીથી ઢંકાયેલી હતી અને તે છોકરાના વજનને સહન કરી શકી ન હતી, તેને કારણે તે 300 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો (kid falls into a borewell in Punjab ) હતો. અધિકારીઓએ જણાવ્યું કે, બોરવેલ 300 ફૂટ ઊંડી છે અને છોકરો બોરવેલની અંદર 100 ફૂટમાં અટવાઈ ગયો (Kid falls into borewell in Garhdiwala ) છે. રિતિક પરપ્રાંતિય મજૂરોનો પુત્ર છે.