- મેઘાલયમાં થયો ગમખ્વાર Bus Accident
- બુધવારે મધરાતે બસ રિંગડી નદીમાં બસ પડી ગઈ
- અત્યાર સુધીમાં 6નાં મોત થયાં હોવાની પુષ્ટિ થઈ
મેઘાલયઃ મેઘાલયમાં આ ભયાનક બસ અકસ્માત (Bus Accident) થયો છે. તુરાથી શિલોંગ જતી એક બસ રિંગડી નદીમાં પડી ગઈ હતી. દુર્ઘટનામાં અંગે અપડેટ મળી રહેલી ખબર પ્રમાણે અત્યાર સુધીમાં છ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત બુધવારે મોડી રાત્રે 12 વાગ્યે થયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અન્ય મુસાફરોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર છ લોકોના મોત થયાં છે. ઇજાગ્રસ્તને વિલિયમનગર અને તુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ક્યાં થયો અકસ્માત
મીડિયા અહેવાલો અનુસાર 4 મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર છે. 16 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત (Bus Accident) નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ પર છે.
બસમાં કુલ 21 પ્રવાસી હતાં