ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના મોત, કાળમાળ હટાવવાનું કાર્ય શરૂ - Uttarpradesh news

ઉત્તરપ્રદેશના સીતાપુરમાં બિસવાંના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા ચાર લોકોના મોત થયા હતા. ત્યારે સદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા.

દિવાલ ધરાશાયી થતાં  7  લોકોના મોત
દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના મોત

By

Published : Jul 21, 2021, 12:22 PM IST

  • ઉત્તરપ્રદેશમાં આજે 7 લોકોના મોત
  • બિસવાંમાં લક્ષ્મણપુર ગામમાં દિવાલ પડવાથી મોત
  • દિવાલ ધરાશાયી થતાં બે લોકો ઇજાગ્રસ્ત

સીતાપુર (ઉત્તરપ્રદેશ) :જિલ્લામાં આજે બુધવારે સવારે 7 લોકોના મોત થયા છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ક્યારેક ધીમો અને ક્યારેક મુશળધાર વરસાદ સાથે જોરદાર પવનથી નબળા અને કાચા મકાનોમાં રહેતા લોકોનું મોત થયુંં છે.

આ પણ વાંચો : પાટણમાં મકાનની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું મોત, બે ઈજાગ્રસ્ત

મૃતદેહોને પોસ્ટમોર્ટમ ગૃહ મોકલાયા

બિસ્વાનમાં માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મણપુર ગામમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આમાં 4 લોકોનાં મોત થયા હતા. આ અકસ્માત થયો ત્યારે લોકો આ ઘરમાં સૂઈ રહ્યા હતા. જેમાં 50 વર્ષીય પત્ની લલ્લી દેવી લલ્લુ રામ, 10 વર્ષિય શૈલેન્દ્ર પુત્ર હરીશચંદ્ર, 8 વર્ષિય શિવા પુત્ર હરિ કુમાર અને 2 મહિનાની બાળકી નીરજનું મોત થયું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ ગૃહ મોકલી દેવાયા હતા. ત્યારે દિવાલ ધરાશાયી થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થયેલા 12 વર્ષની શિવાની અને 21 વર્ષીય પત્ની સુમન દેવી નીરજને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. વહીવટી અધિકારીઓ પણ રાહત અને બચાવ કાર્ય માટે સ્થળ પર પહોંચી ગયા હતા.

આ પણ વાંચો : સુરતમાં દિવાલ ધસી પડતા 4 શ્રમિકોનાં મોત, 3 ઈજાગ્રસ્ત

10મી માડરમાં કાચી ઇંટોથી બનેલી દિવાલ ધરાશાયી થઈ હતી

આ અગાઉ 10મી જુલાઈએ જિલ્લાના મિશ્રીખ કોતવાલી વિસ્તારના ગ્રામ પંચાયત માડરના મજરા જગદીશપુરમાં વરસાદ અને જોરદાર પવનને કારણે કાચી ઇંટોથી બનેલી દિવાલ ધરાશાયી થઈ હતી. રામપતિ પત્ની રામભજન અને મીનાક્ષી પુત્રી પ્રમોદને તેના કાટમાળ નીચે દબાઇને મોત થયું હતું.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details