શિલોંગ: મેઘાલયમાં શનિવારે રાજ્ય ભાજપના ઉપાધ્યક્ષ બેર્નાર્ડ એન મારક (Bernard N Marak) દ્વારા કથિત રીતે ચલાવવામાં આવતા 'વેશ્યાલય' પર દરોડો પાડ્યા બાદ પોલીસે છ સગીર બાળકોને બચાવવા સહિત 73 લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન દારૂની 400 બોટલ અને 500થી વધુ કોન્ડોમ મળી આવ્યા હતા. આ વાતની પુષ્ટિ કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ વેશ્યાલય તુરામાં ચલાવવામાં આવતું હતું. પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષક વિવેકાનંદ સિંહે જણાવ્યું હતું કે, બાતમીના આધારે, આતંકવાદીમાંથી રાજકારણી બનેલા મરકની માલિકીના ફાર્મહાઉસ રિમ્પુ બાગાન પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:કારગિલ વિજય દિવસ માટે રાજનાથ સિંહ પહોંચ્યા જમ્મુની મુલાકાતે...
બંધ રૂમમાં મળી આવ્યા બાળકો:વેસ્ટ ગારો હિલ્સના જિલ્લા પોલીસ વડા વિવેકાનંદસિંઘે કહ્યું, "અમે છ સગીર બાળકોને તેમાં ચાર છોકરાઓ અને બે છોકરીઓ છે જેને બચાવ્યા છે. જેઓ 30 રૂમ ધરાવતા રિમ્પુ બાગાન ખાતે ગંદી કેબિન જેવા અસ્વચ્છ રૂમમાં બંધ મળી આવ્યા હતા. જે બર્નાર્ડ એન મારક અને તેના સહયોગીઓ વેશ્યાવૃત્તિના હેતુથી વેશ્યાલય તરીકે ચલાવતા હતા. તેમણે કહ્યું કે, તમામ બાળકોને સુરક્ષિત કસ્ટડી અને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી (Child Protection Officer)ને સોંપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દરોડામાં દારૂની 400 બોટલ અને 500 થી વધુ કોન્ડોમ મળી આવ્યા છે.
ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી:પોલીસ ટીમે ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓને પરિસરમાં, રૂમની અંદર તેમજ વાહનોની અંદર ખુલ્લેઆમ દારૂ પીતા જોયા હતા. તેમાંથી કેટલાક વાહનની અંદર કપડાં વગર અથવા ખૂબ ઓછા કપડા પહેરીને બેઠા હતા. તે મુજબ, સર્ચ ટીમે 68 છોકરાઓની અને છોકરીઓની અટકાયત કરી હતી. પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું, તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અંધારાનો લાભ લઈને અને કચડી દારૂની બોટલો (Liquor bottles) પર દોડીને ભાગવામાં સફળ થયા હતા. પોલીસે મેનેજર, કેરટેકર અને અન્ય ત્રણ સ્ટાફની પણ ધરપકડ કરી હતી અને 36 વાહનો, 47 મોબાઈલ ફોન, 1,68,268 મિલી દારૂ, 500 બિનઉપયોગી કોન્ડોમ અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી
આ પણ વાંચો:ટ્રાન્સજેન્ડરે યુવક બની યુવતી સાથે ફેસબુક પર કરી વાતો અને..
બેર્નાર્ડે આરોપને નકારી કાઢ્યો:અધિકારીએ જણાવ્યું હતું કે 73 લોકોની "નાપાક પ્રવૃત્તિઓ"માં સામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, ફાર્મહાઉસમાં 30 નાના રૂમ છે. તેમને આશંકા છે કે, આ એ જ જગ્યા છે જ્યાં એક છોકરીનું યૌન શોષણ થયું હતું અને ફેબ્રુઆરી 2022માં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. મારકે, ગારો આદિજાતિ સ્વાયત્ત જિલ્લા પરિષદના ચૂંટાયેલા સભ્ય, મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમાને દરોડા સંદર્ભે એક નિવેદનમાં નિશાન બનાવ્યા. મારકે 'વેશ્યાલય' ચલાવવાના આરોપને નકારી કાઢ્યો હતો. મારકે કહ્યું કે, મુખ્યમંત્રી હતાશ થઈ રહ્યા છે કારણ કે તેઓ જાણે છે કે, તેઓ ભાજપની દક્ષિણ તુરા બેઠક પરથી હારી રહ્યા છે, તેમણે દાવો કર્યો છે કે, મારા ફાર્મહાઉસ પર દરોડો મારી છબી અને રાજકીય બદલો લેવાનો ભયાવહ પ્રયાસ છે. પોલીસે જણાવ્યું કે, મારકની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. ભાજપ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (National People's Party)ના નેતૃત્વમાં સત્તાધારી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સનો ભાગ છે.