- ભારતના મહાન અભિનેતાઓમાંથી એક શિવાજી ગણેશનની (Shivaji Ganesan) આજે જન્મજયંતી
- ગુગલે શિવાજી ગણેશનનું (Shivaji Ganesan) ડૂડલ બનાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- વર્ષ 1945 પછીથી શિવાજી ગણેશને પોતાના જ એક નાટક પરથી પોતાનું નામ શિવાજી રાખ્યું હતું
ન્યૂઝ ડેસ્કઃ અભિનેતા શિવાજી ગણેશનનો જન્મ આજના (1 ઓક્ટોબર) જ દિવસે 1928માં ભારતના તમિલનાડુના દક્ષિણપૂર્વીય રાજ્યના એક શહેર વિલ્લુપુરમમાં ગણેશમૂર્તિ તરીકે થયો હતો. 7 વર્ષની નાની ઉંમરમાં તેમણે ઘર છોડી દીધું હતું અને એક થિયેટર ગૃપમમાં સામેલ થયા હતા, જ્યાં તેમણએ બાળ અને મહિલા ભૂમિકા નિભાવવાનું શરૂ કર્યું હતું અને પછી મુખ્ય ભૂમિકાઓ પણ ભજવી હતી. ડિસેમ્બર 1945માં ગણેશને 17મી સદીના ભારતીય રાજા શિવાજીના એક પોતાના નાટકીય ચિત્રણની સાથે જ પોતાનું નામ પણ શિવાજી રાખી લીધું હતું. ત્યારથી જ તેમને શિવાજી તરીકે ઓળખવામાં આવતા હતા. કારણ કે, તેમણે અભિનયની દુનિયામાં લોકોના દિલ જીતી લીધા હતા.
આ પણ વાંચો-Rembering Yash Chopra: હિન્દી સિનેમાના રોમાન્સના બાદશાહ નિર્દેશક યશ ચોપરાની આજે જન્મજયંતી, પોતાની ફિલ્મોમાં કરતા હતા અનેક પ્રયોગ
શિવાજી ગણેશને 300થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ
શિવાજી ગણેશને વર્ષ 1952ની ફિલ્મ 'પરાશક્તિ'માં પોતાની ઓન-સ્ક્રિન શરૂઆત કરી હતી, જે લગભગ 5 દાયકાના સિનેમાઈ કારકિર્દી સુધી ચાલી અને તેમની 300થી વધુ ફિલ્મોમાંથી તે પહેલી હતી. તમિલ ભાષાના સિનેમામાં તેમના અદ્ભૂત અવાજ અને વિવિધ પ્રદર્શનો માટે પ્રસિદ્ધ, ગણેશને ટૂંક જ સમયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી લીી હતી. તેમની સૌથી પ્રસિદ્ધ બ્લોગબસ્ટર્સમાં ટ્રેડસેટિંગ 1961ની ફિલ્મ પાસમલર, એક ભાવનાત્મક, પારિવારિક વાર્તા છે, જેને તમિલ સિનેમાની પ્રમુખ સિદ્ધિઓમાંથી એક માનવામાં આવે છે. 1964ની ફિલ્મ નવરથી, ગણેશનની 100મી ફિલ્મ જેમાં તેમણે રેકોર્ડબ્રેકિંગ, 9 અલગઅલગ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો-હેપ્પી બર્થ ડે લતા મંગેશકર : ખોવાયેલું ગીત 26 વર્ષ પછી રિલીઝ થશે, જાણો કયું ગીત હશે
શિવાજી ગણેશનને વર્ષ 1997માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા
વર્ષ 1960માં ગણેશને ઐતિહાસિક ફિલ્મ 'વીરપાંડિયા કટ્ટાબોમ્મન' માટે એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીતનારા પહેલા ભારતીય કલાકાર તરીકે ઈતિહાસ રચ્યો હતો, જે આજે પણ ફિલ્મના સંવાદોને યાદ રાખનારા લોકોની સાથે તેમની સૌથી મોટી બ્લોગબસ્ટર ફિલ્મોમાંથી એક છે. વર્ષ 1995માં ફ્રાન્સે તેમને સર્વોચ્ચ સન્માન, શેવેલિયર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ લિઝન ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા. વર્ષ 1997માં ભારત સરકારે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા.