ગુરૂગ્રામ(હરિયાણા): હરિણાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મંગળવારે કહ્યું હતું કે સમગ્ર તંત્ર નૂહમાં હીંસાત્મક સ્થિતિને કાબુમાં લેવા પર કાર્ય કરી રહ્યું છે. નૂહમાં 31 જુલાઈએ ધાર્મિક કાર્યક્રમમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. રાજ્ય સરકારે મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સર્વિસના પ્રતિબંધને 11 ઓગષ્ટ સુધી લંબાવી દીધો છે. કારણ કે અહીં સ્થિતિ હજુ પણ તણાવગ્રસ્ત છે.
એડિશનલ ડીજીપીએ 3200 લોકોને ધાર્મિક કાર્યક્રમ માટે પરમિશન આપી હતી. તેમજ પોલીસ કાફલાને પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. નૂહ એસપીની ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેઓ 22 જુલાઈથી રજા પર ઉતરી ગયા છે.
રાજ્ય સરકારે મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સર્વિસના પ્રતિબંધને 11 ઓગષ્ટ સુધી લંબાવી દીધો છે. કારણ કે અહીં સ્થિતિ હજુ પણ તણાવગ્રસ્ત છે. (દુષ્યંત ચૌટાલા, નાયબ મુખ્યમંત્રી, હરિણાણા)
સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, નૂંહ શહેરમાં હિંસા પ્રભાવિત વિસ્તારના લોકોને મળવા આવનારા પ્રતિનિધિમંડળને પરવાનગી આપવામાં આવશે નહીં.આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીના પ્રતિનિધિ મંડળને ગુરૂગ્રામ જિલ્લાની બહાર જ રોકવામાં આવશે. તેના માટે પોલીસે પૂરતી તૈયારી કરી લીધી છે.
નૂંહમાં સ્થિતિ સમગ્રતયા કાબુમાં લાવવા કરફ્યુ લાદવામાં આવ્યો છે. લોકોની પરેશાનીને ધ્યાનમાં રાખતા આ દિવસોમાં સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી કરફ્યુમાં છુટ આપવામાં આવી છે. નૂંહમાં સ્થિતિ ફરીથી વણસે નહીં તે માટે સમગ્ર જિલ્લામાં 11 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.આ અગાઉ ઈન્ટરનેટ સેવાઓ 4 ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ 8 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી અને હવે ફેંસલો લેવામાં આવ્યો છે કે 11 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવશે.
- Situation in Nuh not assessed properly: Deputy CM Chautala; internet ban extended till Aug 11
- Banaskantha: પૂરમાં ઓરડાની સાથે વહી ગયું બાળકોનું ભવિષ્ય, ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ