ઇમ્ફાલ:મણિપુરની ઇમ્ફાલ ખીણમાં શુક્રવારે સવારે મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ સહિત હિંસક અથડામણની એક રાત પછી પરિસ્થિતિ શાંત પરંતુ તંગ હતી. લોકોને આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓ ખરીદવામાં મદદ કરવા સત્તાવાળાઓએ ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપી હતી.
કલમ 144 લાગુ રહેશે: એક સત્તાવાર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ છૂટછાટ દરમિયાન પણ કલમ 144 લાગુ રહેશે. ઇમ્ફાલ ખીણમાં ભારે સુરક્ષા વ્યવસ્થા અને કર્ફ્યુ હોવા છતાં, ગુરુવારે રાત્રે ટોળાએ મુખ્યમંત્રીના ખાલી પડેલા પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા દળોએ આંસુ ગેસના અનેક રાઉન્ડ ગોળીબાર કર્યા બાદ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઈમ્ફાલના હિંગંગ વિસ્તારમાં મુખ્યમંત્રીના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચેની અથડામણ: સુરક્ષા દળોએ ભીડને ઘરથી લગભગ 100-150 મીટર દૂર રોકી હતી. મુખ્યમંત્રી રાજ્યની રાજધાનીના મધ્યમાં એક અલગ, સારી રીતે રક્ષિત સત્તાવાર નિવાસસ્થાનમાં રહે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે રાજ્યની રાજધાનીમાં વિવિધ સ્થળોએ સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ઇમ્ફાલ પૂર્વમાં હટ્ટા મિનુથોંગ ખાતે બે વિદ્યાર્થીઓની હત્યા માટે ન્યાયની માંગ કરતી રેલી હિંસક બની જ્યારે સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ વધતા અટકાવ્યા હતા.
ઇમ્ફાલમાં બે યુવાનોની હત્યાના વિરોધમાં લોકોએ રેલી: મણિપુરમાં બે યુવાનોના અપહરણ અને હત્યાને ધ્યાનમાં રાખીને ગુરુવારે ઇમ્ફાલ પૂર્વના ખુરાઇ સોઇબામ લાઇકાઇમાં એક મીણબત્તી માર્ચ કાઢવામાં આવી હતી. પ્રશાસન વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસની તપાસમાં વ્યસ્ત છે. સરકારે તમામ લોકોને સંયમ રાખવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરી છે.
- Karnataka Bandh: કર્ણાટકમાં રાજ્યવ્યાપી બંધનું એલાન, માંડ્યા અને બેંગલુરુમાં તમામ શાળાઓ અને કોલેજોમાં રજા
- Attack On Manipur CM House: મણિપુરમાં CM અને BJP નેતાઓના નિવાસસ્થાને હુમલાના પ્રયાસ, સરકારે તપાસ માટે કમિટી બનાવી