ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sino India military level talks : ચીને કહ્યું સરહદ પર સ્થિતિ સ્થિર, આજે થશે કમાન્ડર સ્તરીય વાતચીત - ભારત-ચીન મંત્રણા

ચીને મંગળવારે કહ્યું કે ભારત સાથેના સરહદી વિસ્તારોમાં વર્તમાન સ્થિતિ સ્થિર છે. ચીને પુષ્ટિ કરી છે કે પૂર્વી લદ્દાખમાં ટકરાવના બાકીના સ્થળોએથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પર ચર્ચા (Sino India military level talks) કરવા બુધવારે કમાન્ડરસ્તરની વાટાઘાટોનો (14th round of commander level talks) 14મો રાઉન્ડ યોજાશે.

Sino India military level talks : ચીને કહ્યું સીમા પર સ્થિતિ સ્થિર, 12 જાન્યુઆરીએ કમાન્ડરસ્તરે વાતચીત થશે
Sino India military level talks : ચીને કહ્યું સીમા પર સ્થિતિ સ્થિર, 12 જાન્યુઆરીએ કમાન્ડરસ્તરે વાતચીત થશે

By

Published : Jan 11, 2022, 6:43 PM IST

Updated : Jan 12, 2022, 10:20 AM IST

બેજિંંગ: ચીને કહ્યું છે કે સરહદ પર સ્થિતિ "સ્થિર" છે અને 12 જાન્યુઆરીએ ભારત સાથે કમાન્ડર સ્તરની વાતચીત (Sino India military level talks) કરશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનનું (Chinese Foreign Ministry Spokesperson Wang Wenbin) આ નિવેદન નવી દિલ્હીમાં સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે 20 મહિનાથી ચાલેલા વિવાદ પર ભારત બંને પક્ષો વચ્ચે 14મી બેઠક યોજશે તેના એક દિવસ બાદ આવ્યું છે. પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના બાકી રહેલા સ્થળોએ મુદ્દાના ઉકેલ માટે ચીન સાથે ફળદાયી (14th round of commander level talks) મંત્રણાની આશા છે.

માલડો મીટિંગ સાઇટ પર થશે વાતચીત

અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ચીન બેઠક (Sino India military level talks) અને તેની અપેક્ષાઓની પુષ્ટિ કરી શકે છે. વાંગે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચેની સહમતિ મુજબ ચીન અને ભારત 12 જાન્યુઆરીએ (Sino India military level talks on Jan 12) ચીની બાજુના માલડો મીટિંગ સાઇટ પર કમાન્ડર સ્તરની 14માં રાઉન્ડની વાતચીત કરશે. તેમણે કહ્યું કે હાલમાં સરહદી વિસ્તારોમાં સ્થિતિ એકંદરે સ્થિર છે અને બંને પક્ષો રાજદ્વારી અને સૈન્ય માધ્યમો (14th round of commander level talks) દ્વારા વાતચીત કરી રહ્યાં છે.

ભારત અને ચીન વચ્ચે વરિષ્ઠ કમાન્ડરસ્તરની મંત્રણા

વાંગે કહ્યું કે ચીનને આશા છે કે (Sino India military level talks) ભારત પરિસ્થિતિને કટોકટીમાંથી રૂટિન ડે-ટુ-ડે મેનેજમેન્ટ તબક્કામાં ખસેડવામાં મદદ કરશે. નવી દિલ્હી સ્થિત સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે વરિષ્ઠ સર્વોચ્ચ સૈન્ય કમાન્ડર સ્તરની વાટાઘાટો 12 જાન્યુઆરીએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની ચીન બાજુના ચુશુલ-માલ્ડોમાં (14th round of commander level talks) યોજાશે.

હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાંથી સૈનિકોને પાછા ખેંચવા પર ધ્યાન

તેમણે કહ્યું કે વાટાઘાટોનું મુખ્ય ધ્યાન હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાંથી સૈનિકોને પાછા ખેંચવા પર રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત દેપસાંગ બલ્ગ અને ડેમચોકના મુદ્દાઓના નિરાકરણ સહિત મુકાબલાના બાકીના તમામ સ્થળોએથી સૈનિકોને વહેલી તકે પાછી ખેંચી લેવા દબાણ કરશે. નોંધનીય છે કે સૈન્ય વાટાઘાટોનો(Sino India military level talks) 13મો રાઉન્ડ 10 ઓક્ટોબર 2021ના રોજ યોજાયો હતો અને તે મડાગાંઠને ઉકેલી શકાઈ ન હતી.

આ પણ વાંચોઃ Kazakhstan fuel price hike protest: કઝાકિસ્તાન હિંસક વિરોધ પ્રદર્શનમાં 164ના મોતનો તાંડવ, 1300 સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત

બંને દેશોની સીમા પર મોટી સંખ્યામાં દળો તહેનાત

5 મે, 2020ના રોજ પેંગોંગ લેક વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પછી પૂર્વી લદ્દાખ સરહદ અવરોધ ઉભો થયો હતો. પેંગોંગ તળાવના ઉત્તરી અને દક્ષિણ કિનારે અને ગોગરા વિસ્તારમાંથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા ગયા વર્ષે બંને પક્ષો દ્વારા સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોની શ્રેણીના (Sino India military level talks) પરિણામે પૂર્ણ થઈ હતી. હાલમાં બંને દેશોના લગભગ 50,000થી 60,000 સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખાના સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત છે.

આ પણ વાંચોઃ ચીની સેના PLAએ રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઈચ્છા મુજબ વિશેષ ટ્રેનિંગ શરૂ કરી

Last Updated : Jan 12, 2022, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details