ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અત્યંત પેચિદા ગણાતા રોગો પૈકીનો એક એવા કેન્સરના રોગની સાદી સમજ - Ability to live

કેન્સર ખરેખર એક અત્યંત પેચીદો અને ગૂંચવાડાયુક્ત રોગ છે અને સિદ્ધાર્થ મુખરજીએ તેને તમામ રોગોનો શહેનશાહ ગણાવ્યો છે તે તદ્દન યોગ્ય અને ઉચિત છે. દર વર્ષે લાખો લોકો કેન્સરના કારણે મોતના મુખમાં ધકેલાઇ જાય છે, અને આશ્ચર્યની વાત તો એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ધરખમ વિકાસ થયો હોવા છતાં હજુ આપણે એવો ઉપચાર શોધી શક્યા નથી જે લોકોનો જીવ બચાવી શકે.

કેન્સરની સાદી સમજ
કેન્સરની સાદી સમજ

By

Published : Jan 21, 2021, 8:54 PM IST

ન્યૂઝ ડેસ્ક: કેન્સર ખરેખર એક અત્યંત પેચીદો અને ગૂંચવાડાયુક્ત રોગ છે અને સિદ્ધાર્થ મુખરજીએ તેને તમામ રોગોનો શહેનશાહ ગણાવ્યો છે તે તદ્દન યોગ્ય અને ઉચિત છે. દર વર્ષે લાખો લોકો કેન્સરના કારણે મોતના મુખમાં ધકેલાઇ જાય છે, અને આશ્ચર્યની વાત તો એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ધરખમ વિકાસ થયો હોવા છતાં હજુ આપણે એવો ઉપચાર શોધી શક્યા નથી જે લોકોનો જીવ બચાવી શકે.

પોતાના જન્મજાત પરમાણુના નાભી કેન્દ્રમાંથી જ કેન્સરના કોષ અત્યંત સક્રિય, દીર્ઘ આયુષ્યની ક્ષમતા ધરાવતા, તદ્દન અસ્તવ્યસ્ત અને આપણી પોતાની જાતના એક શોધકની આબેહૂબ નકલ ગણાય છે.

તમામ રોગોના શહેનશાહ- કેન્સરની આત્મકથા- સિદ્ધાર્થ મુખરજી

કેન્સર ખરેખર એક અત્યંત પેચીદો અને ગૂંચવાડાયુક્ત રોગ છે અને સિદ્ધાર્થ મુખરજીએ તેને તમામ રોગોનો શહેનશાહ ગણાવ્યો છે તે તદ્દન યોગ્ય અને ઉચિત છે. દર વર્ષે લાખો લોકો કેન્સરના કારણે મોતના મુખમાં ધકેલાઇ જાય છે, અને આશ્ચર્યની વાત તો એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ધરખમ વિકાસ થયો હોવા છતાં હજુ આપણે એવો ઉપચાર શોધી શક્યા નથી જે લોકોનો જીવ બચાવી શકે. કેન્સર શું છે તે સમજવા માટે આપણે સૌ પ્રથમ કોષ શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે સમજવું પડશે. જેમ એક દિવાલમાં ઇંટ એ તેનો સૌથી નાનો હિસ્સો ગણાય છે તેમ કોષ એ આપણા શરીરનો અતિ સૂક્ષ્મ ભાગ છે જે માંસપેશીઓ અને શરીરના વિવિધ અવયવોની રચના હેતુ અલગ અલગ રીતે સંગઠીત થઇને ગોઠવાયેલા હોય છે. આ કોષ જનીન તત્વોને વિવિધ રીતે અભિવ્યક્ત કરીને કાર્ય કરતાં હોય છે. પાકટ થયેલા લાલ રક્તકોષોને બાદ કરતાં આપણા શરીરમાં રહેલાં પ્રત્યેક કોષ 20000-25000 જેટલા જનીન તત્વો ધરાવે છે જે ડીએનએના કાર્યરત લિસોટા સમાન હોય છે. પ્રત્યેત જનીન તત્વ પ્રોટિન અને એન્ઝાઈમ, રિસેપ્ટર (ગરમી અને પ્રકાશ સામે પ્રતિભાવ આપી ચેતાતંત્રને સંકેત પહોંચાડતા કોષ) અને લિગાન્ડ (અન્ય સૂક્ષ્મ કોષને બાંધતો એક કોષ) જેવી પ્રોટિનની અત્યંત જટિલ સિસ્ટમનું એકીકરણ કરવા જરૂરી સૂચના કે કોડ ધરાવતો હોય છે, જે પ્રોટિનની કાર્યક્ષમતાને કોષ સુધી પહોંચાડે છે. જો કે આ કહાની પ્રોટિન પાસે આવીને અટકી જતી નથી. આ પ્રોટિનના કાર્યો ચયાપચયની પ્રક્રિયાને અને આ પ્રક્રિયામાં સામેલ કેટલાંક પદાર્થો-કોષોના એકીકરણને વેગ આપે છે. ચયાપચયના આ પદાર્થો પ્રોટિન અને ચયાપચયના અન્ય જૈવિક પરમાણુઓની સાથે ભેગા મળીને કોષના કાર્યમાં મદદ કરે છે. સામાન્યતઃ એક સામાન્ય કોષ કોઇ એક ચોક્કસ સંખ્યામાં વિભાજિત થાય છે. જ્યારે કોષને કોઇ અત્યંત મુશ્કેલ કે દબાણયુક્ત પર્યાવરણીય સંકેત જોવા મળે તો તે ચયાપચયના પદાર્થો અને પ્રોટિનની સંકેતો આપતી જટિલ પ્રક્રિયામાં સમાવિષ્ટ રક્તની મદદથી તેની સામે લડત આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે દબાણનું સ્તર ચોક્કસ મર્યાદાને વટાવી જાય છે ત્યારે તે મૃત્યુનો અથવા તો ભૂલને સુધારવાનો નિર્ણય કરી શકે છે, અર્થાત તે કોષોનું વિભાજન અટકાવી દે છે. અન્ય સિસ્ટમની જેમ કોષની સિસ્ટમ પણ ભૂલ, આશંકા અને અત્યંત સંવેદનશીલ અથવા સામાન્ય ફેરફાર કરવામાંથી મુક્ત નથી. જો આપણે કેન્સરના સંદર્ભમાં કોષોની અસામાન્ય વર્તણૂંક કે કામકાજની વાત કરતા હોઇએ તો જનીન તત્વોને લગતી વાત ગણાશે. એક જીવંત સિસ્ટમની કોઇપણ પ્રોપર્ટી કે કામકાજ એ પર્યાવરણ અને જનીન તત્વો વચ્ચે થયેલા આદાન-પ્રદાનની ઉપજ છે, જેથી જનીન તત્વોમાં ફેરફાર ધુમાડો, આલ્કોહોલ, તમાકુ અને જંતુનાશક દવાઓ જેવા પર્યાવરણના વિવિધ પરિબળોના કારણે થઇ શકે છે અથવા તો વિભાજનના સમયે પણ તે કોઇ ભૂલ કરી શકે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે કોષ કોઇ એક ચોક્કસ સંખ્યા સુધી વિભાજીત થઇ શકે છે, પરંતુ કેન્સરના કોષ અમર્યાદિત સંખ્યામાં વિભાજીત થાય છે જેના કારણે કોષનો એક મોટો જથ્થો સર્જાય છે જેને સામાન્ય રીતે ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તેથી કેન્સરના કિસ્સામાં આપણા પોતાના કોષના જનીન તત્વોના સ્તરે કંઇક ગરબડ ઉભી થતી હોય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક કોષમાં 20000-25000 જેટલા જનીન તત્વો હોય છએ, પરંતુ કેન્સરના કિસ્સામાં સેંકડો જનીન તત્વોમાં ફેરફાર થતો હોય છે. આપણે જાણીએ છીએ કે કેન્સર વિવિધ પ્રકારના હોય છે અને જુદા જુદા કેન્સર અલગ અલગ પરિબળોના કારણે થતાં હોય છે. ઉદાહરણ તરીકે ફેફસાંનું કેન્સર સિગારેટના ધુમાડાથી થાય છે જ્યાકે યકૃત (લિવર) નું કેન્સર આલ્કોહોલના કારણે થાય છે.

આપણા દિમાગમાં જે સૌથી સામાન્ય પ્રશ્ન ઉદભવે છે તે પ્રશ્ન એવો છે કે શા માટે હજુ સુધી કોઇ સારવાર ઉપલબ્ધ થઇ શકી નથી? અલબત્ત કેન્સર માટે અનેક ઉપચારો ઉપલબ્ધ છે, પરંતુ તમામ દવાઓ (કિમોથેરાપી) સો ટકા અસરકારક નથી, અને તે દવાઓ જુદા જુદા દર્દીઓ ઉપર અલગ અલગ પ્રકારની અસર કરે છે. જનીન તત્વોની દૃષ્ટિએ આપણે લોકો એકબીજાથી કેટલાંક સ્તરે અલગ પડીએ છીએ (જે આપણને અસાધારણ બનાવે છે), અને તેથી જ એકસમાન કેન્સર હોવા છતાં દવાની અસર જુદી જુદી થતી હોય છે. અલબત્ત આ બાબતને સમગ્રયતા ચિત્ર કહી શકાય નહીં, તે ઉપરાંત ભોજન, કસરત અને એઇડ્સ કે ડાયાબિટિશ જેવા રોગોની હાજરીના કારણે પણ દવાઓની અસર વધતી ઓછી થઇ શકે છે.

બીજો જે સૌથી સામાન્ય પ્રશ્ન આપણા દિમાગમાં ઉદભવે છે તે એ છે કે ખરેખર કયા સ્તરે કોઇ ચોક્કસ કેન્સરનું નામ આપી શકાય? આપણે અવાર-નવાર પહેલાં, બીજા, ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર છે એમ સાંભળતા હોઇએ છીએ. આ સ્ટેજ શું છે અને શા માટે એડવાન્સ સ્ટેજનું એટલે કે ત્રીજા અને ચોથા સ્ટેજના કેન્સરની સારવાર કરવી અત્યંત મુશ્કેલ છે? હવે આપણે જાણતા થયા છીએ કે કેન્સરના કોષ અમર્યાદ સંખ્યામાં વિભાજિત થવાની ક્ષમતા ધરાવે છે, જે એક ગાંઠનું સર્જન કરે છે. આ ગાંઠ શરીરના કોઇ એક ચોક્કસ ભાગ ઉપર કે અવયવ ઉપર થાય છે, અને જ્યારે તે શરીરના જે તે ભાગ પૂરતી સિમિત હોય છે અને નાની હોય છે ત્યારે તેને પહેલા સ્ટેજનું અથવા તો આરંભના સ્ટેજનું કેન્સર કહેવામાં આવે છે. જ્યારે તે ગાંઠનું કદ વધતું જાય છે ત્યારે તે ફેલાવાની અથવા તો લિમ્પ નોડ (રોગ પ્રતિકારક સિસ્ટમના એક ભાગ તરીકે ઓળખાતો વટાણાના આકારનો નાનો અવયવ) કે કોશીકાઓ જેવા નજીકના ભાગોમાં અડ્ડો જમાવે છે. જ્યારે આ ગાંઠ નજીકના વિસ્તારોમાં ફેલાય છે ત્યારે તેને બીજા કે ત્રીજા તબક્કાનું કેન્સર કહેવામાં આવે છે. ચોથા સ્ટેજના કેન્સરમાં આ ગાંઠ શરીરના વિવિધ અવયવોમાં અડ્ડો જમાવે છે. ઉદાહરણ તરીકે સ્તન કેન્સરનો ફેલાવો મગજ સુધી થઇ શકે છે. એક સામાન્ય બુદ્ધિની મદદથી આપણે સમજી શકીયે છીએ કે જે વસ્તુ ખુબ નાના પ્રમાણમાં કોઇ એક ચોક્કસ વિસ્તારમાં જમા થઇ હોય તો તેને દૂર કરવી આસાન છે પરંતુ શરીરા જુદા જુદા ભાગો સુધી વિસ્તરી ગયેલી ગાંઠને દૂર કરવી ખુબ જ મુશ્કેલ છે, અને તે કારણથી જ એડવાન્સ સ્ટેજના કેન્સરની સારવાર ખુબ જ મુશ્કેલ છે. કેન્સરની સારવારમાં દવાઓ, રેડીએશન અને સર્જરી જેવી વિવિધ બાબતોનો સમાવેશ થાય છે.

તબીબી દૃષ્ટિકોણથી જોઇએ તો કેન્સર એક એવો રોગ છે જેની સારવાર માટે સમગ્ર વિશ્વભરના આરોગ્ય ક્ષેત્રે ફિજિશિયન અને સર્જન જેવા અત્યંત નમ્ર વ્યાવસાયિકો પડેલા છે. કેન્સર એક એવો રોગ છે જેની સારવાર જો કોઇ એકાદ ડોક્ટરના એકલા હાથે કરવામાં આવે તો તેની વ્યક્તિગત નિષ્ફળતા ઉજાગર કરી શકે છે, અને તેથી જ આરોગ્ય ક્ષેત્રે કામ કરતાં તમામ નિષ્ણાતો અને સંશોધકોને એકબીજાની સાથે તાલમેલ, સંકલન અને સાથ-સહકાર લેવાની ફરજ પડી છે. હવે એ દિવસો ગયા જ્યારે કોઇ એક ડોક્ટર દ્વારા કોઇ ભૂમિગત ઓરડામાં કેન્સરની સારવાર થતી હતી. આજે તો દેશના કોઇ દૂર-દરાજના વિસ્તારનો કેન્સરનો કોઇ દર્દી ઓન્કોલોજીસ્ટ (કેન્સર નિષ્ણાત) ની પાસે સારવાર માટે જાય તો તેને પણ એવી ખાતરી આપવામાં આવે છે કે તે ઓન્કોલોજિસ્ટ બાદમાં વિવિધ પ્રકારના ડોક્ટરોની આખી એક પેનલનો સંપર્ક કરીને તેઓના સલાહ-સૂચનો લેશે.આ પ્રકારની પેનલમાં સામાન્ય રીતે ફિજિશિયન, સર્જન, કિમો-થેરાપિસ્ટ, રેડિયો-થેરાપિસ્ટ, સ્ટેટ ઓફ આર્ટ ગણાતા વિવિધ સેન્ટર અને ઇમ્યુનોલોજિસ્ટ (કેન્સરના કોષો સામે લડવા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારનાર) જેવા નિષ્ણાતોનો સમાવેશ થતો હોય છે. શુભ સમાચાર અહીંથી અટકતા નથી. અલબત્ત કોવિડ-19ના કારણે નવા કેન્સરની સારવાર માટેની સંશોધન પ્રક્રિયા માટે થતી નાણાંકીય ફાળવણીમાં થોડો કાપ જરૂર મૂકાયો છે, તેમ છતાં તબીબો, વૈજ્ઞાનિકો અને સંસોધકો બિન-સંશોધકીય સારવાર, સચોટતા અને વ્યક્તિગત દવાઓ (PPM)ને વાસ્તવિક બનાવનાની દિશામાં હરણફાળ ભરી રહ્યા છે. આ PPM કેન્સરમાંથી મોટી રાહત તો આપે જ છે તે ઉપરાંત દર્દીના ભૂતકાળના આરોગ્યની વિગતો, તે કેન્સર કરી શકતાં કયા કયા પદાર્થો, કે તત્વોના સંપર્કમાં આવ્યો હતો તે વિગતો અને તેના વ્યક્તિગત જનીન તત્વોની સંરચનાના આધારે સારવાર માટે એક યોજના પણ તૈયાર કરાતી હોઇ તેની આડ અસર પણ ખુબ જ ઓછા પ્રમાણમાં થાય છે. આ સમગ્ર બાબતના બીજા છેડે જોઇએ તો પ્રોટોન લેઝર થેરાપી જેવી ટેકનોલોજી એવા કેન્સર કિલિંગ મશીન તરીકે કામ કરે છે જે મિલિમિટરના પણ પેટા મિલિમિટરની સચોટતા સાથે કેન્સરની ગાંઠના ચોક્કસ પસંદ કરાયેલા જ કોષોને નિશાન બનાવે છે અને નજીકમાં આવેલા કોષોના આરોગ્યને પણ જરા સરખુ નુકસાન પહોચાડતી નથી. આ પ્રકારની રેડિએશન થેરાપીના આગમન બાદ તો પ્રોસ્ટેટ, આંખ અને દિમાગ જેવા અત્યંત મહત્વના અંગોને બિનકાર્ક્ષમ કરી નાંખતી સર્જરી (વાઢકાપ) એક ભૂતકાળ બની જશે, અને ઇલાજ બાદની સારવારની ગુણવત્તામાં પણ ધરખમ સુધારો થશે.

આ કહાની અહીં જ પૂરી થતી નથી. કેન્સરમાંથી બચી ગયેલો કોઇપણ દર્દી તમને કહી શકશે કે તેણે જે કંઇ સંઘર્ષ કર્યો હતો તે જેટલો શરીરિક હતો એટલો જ માનસિક પણ હતો. કેન્સરના દર્દીમાં દિમાગમાં જે સૌથી સામાન્ય પ્રશ્નો સતાવતા હોય છે તેમાં મૃત્યુનો ભય, સારવારની અસર અંગેની દહેશત, કલંકિત થવાની એક પ્રકારની લાગણી, સારવારનો ખર્ચ, અને પરિવાર ઉપર બોજો બની જવાનો ખયાલ જેવા વિવિધ પ્રશ્નોનો સમાવેશ થાય છે. કેન્સરની સારવારની આ અત્યંત મુશ્કેલ મુસાફરીને સરળ બનાવવાનો જે ઉપાય છે એને જ વાસ્તવમાં સારવારની મૂલ્યવર્ધિત કાળજીનું એક આદર્શ મોડેલ કહી શકાય. કાઉન્સિલર, ટ્રેનર, ફિજિયોથેરાપિસ્ટ અને ન્યૂટ્રનિસ્ટ જેવા નિષ્ણાતો અને તજજ્ઞો જેવા લોકોની કાળજી કરતી એક પેનલ પોતાના સાથીદારો અને સહકર્મીઓ સાથે સંકલન અને સહયોગ સાધી એક સંપૂર્ણ સારવાર પૂરી પાડે છે. આ પ્રકારનો અભિગમ હવે એડવાન્સ સ્ટેજ સુધી પ્રગતિ કરી ગયો હોઇ તે માત્ર દર્દીના રોગના નિદાનમાં ધરખમ સુધારો જ નથી કરતો (જેમ પશ્ચિમ જગતમાં અનોવા હેલ્થ કેર દ્વારા પૂરવાર થયું છે) પરંતુ જે લોકોને મોંઘીદાટ સારવાર પરવડતી નથી તેઓ માટે અને વીમા કંપનીઓ માટે પણ તે અત્યંત સસ્તો બની શકે છે.

પીયૂશ પ્રસાદ, રિસર્ચ ફેલો, સર ગંગારામ હોસ્પિટલ

ડો. નદીમ અહેમદ, હેલ્થકેર કન્સલ્ટન્ટ એન્ડ ફિજિશિયન

ABOUT THE AUTHOR

...view details